વનસ્પતિ ઘીમાંથી બનાવતા હતા નકલી ઘી
આ ફેક્ટરીમાં વનસ્પતિ ઘીમાંથી નકલી ઘી તૈયાર કરવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપસર સ્થળ પરથી મોટા પ્રમાણમાં સામગ્રી જપ્ત કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ સમગ્ર સ્થળની તપાસ હાથ ધરી હતી અને નકલી ઘીના ઉત્પાદન અંગેના પુરાવા એકત્ર કર્યા હતા.
Advertisement ![Navratri Banner]()
50 બોક્સ વનસ્પતિ ઘી સહિત 9 ડબ્બા જપ્ત
દરોડા દરમિયાન સ્થળ પરથી 50 બોક્સ વનસ્પતિ ઘી મળી આવ્યા હતા. આ ઉપરાંત 9 ડબ્બા પણ કબજે લેવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા જથ્થા અને અન્ય સામગ્રીના આધારે નકલી ઘી બનાવવાની પ્રવૃત્તિ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહી
નકલી ઘીના આ કૌભાંડ સામે LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ ફેક્ટરીમાં તપાસ કરીને શંકાસ્પદ સામગ્રી કબજે કરી હતી. નકલી ઘીનું ઉત્પાદન કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને આ સામગ્રી ક્યાં-ક્યાં પહોંચાડવામાં આવતી હતી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
શખ્સને અટકાયતમાં લઈ તપાસ શરૂ
આ સમગ્ર મામલે એક શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ શરૂ કરીને નકલી ઘીના કૌભાંડ સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ નકલી ઘીના વેચાણ અને વિતરણનું નેટવર્ક કેટલું મોટું છે તે જાણવા પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
જન્માષ્ટમી પહેલાં નકલી ઘીના કૌભાંડથી ચકચાર
જન્માષ્ટમીના તહેવાર પૂર્વે પોરબંદરમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી છે. તહેવારો દરમિયાન ઘી સહિતની ખાદ્ય વસ્તુઓની માગ વધતી હોય છે, ત્યારે આવા કૌભાંડથી લોકોના આરોગ્ય સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હવે તપાસમાં આ કૌભાંડ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ Ahmedabad Accident: બગોદરા-વટામણ રોડ પર ભયંકર અકસ્માત, આઈસરની ટક્કરે બાઈક સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત