ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Porbandar: રાતિયા ગામે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 8 ઘાયલ

Porbandar વેરાવળ હાઇવે રાતિયા ગામ પાસે રાવલ થી માંગરોળ જતી બોલેરો પીક અપ વાહન નું ટાપર ફાટી જતા અકસ્માત
09:18 PM Oct 05, 2025 IST | Mujahid Tunvar
Porbandar વેરાવળ હાઇવે રાતિયા ગામ પાસે રાવલ થી માંગરોળ જતી બોલેરો પીક અપ વાહન નું ટાપર ફાટી જતા અકસ્માત

Porbandar : સૌરાષ્ટ્રના પોરબંદર-વેરાવળ હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત થયો છે. જેમાં રાવળથી માંગરોળ જતી બોલેરો વાહન પેસેન્જર વાનનું ટાયર એકાએક ફાટી જતાં વાહન પલટી મારી ગયું હતું. આ દુર્ઘટનામાં બોલેરોમાં બેઠેલા નવજનોમાંથી એકનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે આઠ લોકોને પણ ભારે ઈજા પહોંચી છે. મૃતકની ઓળખ રાવળ ગામના ઇશ્વર મગા વાઘેલા (ઉં. 45) તરીકે થઈ છે, જેમનું અવસાન આ અકસ્માતમાં થયું છે. બાકીના આઠ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

ઘટના રાતિયા ગામના નેશનલ હાઇવે પર બની હતી. જ્યારે રાવળથી માંગરોળ જતી બોલેરો વાનમાં નવજનો બેઠા હતા. પ્રાથમિક તપાસ અનુસાર, વાહનનું પાછળનું ટાયર અચાનક ફાટી જતાં ડ્રાઇવરનું નિયંત્રણ ગુમાવતાં બોલેરો રોડ પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા ઇશ્વર વાઘેલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બાકીના આઠજનોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

ઘટનાસ્થળ પર પહોંચેલા સ્થાનિક લોકો અને પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. ઘાયલોને પ્રથમ તબક્કામાં નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ગંભીર હાલતને કારણે તેમને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મૃતક ઇશ્વર વાઘેલા રાવળ ગામના ખેડૂત હતા અને તેઓ પરિવાર સાથે માંગરોળ જઈ રહ્યા હતા. તેમના અવસાનથી પરિવારમાં શોકનું વાતાવરણ છે.

સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં રોડ અકસ્માતો વધી રહ્યા છે, અને આ ઘટનાએ ફરી એક વખત ડ્રાઇવરોને સુરક્ષાના માપદંડોનું પાલન કરવાની યાદ અપાવી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતાં પ્રતિદિવસ મોટા પ્રમાણમાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં અનેક લોકોન મોત થઈ રહ્યાં છે. રોડ સેફ્ટીના નિર્ણયોને અવગણવામાં આવી રહ્યા હોવાના કારણે રાજ્યમાં મોટા પ્રમાણમાં અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેથી નિર્દોષ લોકોને જીવ ગુમાવવા પડી રહ્યાં છે.

આ પણ વાંચો- Chhota Udepur : ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરનો નવો કીમિયો, મોપેડનો કર્યો ઉપયોગ

Tags :
#BoleroTyreFat#IshwarVaghelaDeath#NationalHighwaySur#NightVillageTragedyPorbandarAccident
Next Article