ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Porbandar : હિરલબા જાડેજા ફરી જેલ હવાલે, કોર્ટે વધુ રિમાન્ડ નામંજૂર કર્યા

કોર્ટે વધુ રિમાન્ડની માગ નામંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
07:25 PM May 23, 2025 IST | Vipul Sen
કોર્ટે વધુ રિમાન્ડની માગ નામંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Hiralba_gujarat_first1
  1. સાઇબર ક્રાઇમનાં ગુનામાં હિરલબા જાડેજા જેલ હવાલે (Porbandar)
  2. 2 દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કોર્ટમાં હાજર કર્યા
  3. કોર્ટે વધુ રિમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો
  4. સાઇબર ક્રાઇમનાં ગુનામાં જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી
  5. હિરલબા જાડેજા સહિત કુલ 6 સામે સાઈબર ક્રાઈમમા ફરિયાદ

પોરબંદરમાં (Porbandar) હિરલબા જાડેજા (Hiralba Jadeja) વિરુદ્ધ નોંધાયેલ સાઇબર ક્રાઇમનાં ગુનામાં તેમને જેલ હવાલે કરાયા છે. 2 દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કોર્ટમાં હાજર કર્યા હતા. પોલીસે કોર્ટ પાસે વધુ ત્રણ દિવસનાં રિમાન્ડની રજૂઆત કરી હતી. પરંતુ, કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Porbandar : હીરલબા જાડેજા રિમાન્ડ મંજૂર, નિવાસસ્થાને મારામારીનાં CCTV વાઇરલ થતાં ચકચાર!

અગાઉ હિરલબા સામે રૂપિયાની લેતી-દેતી, અપહરણ સહિતનાં ગંભીર આરોપ થયા

પોરબંદરમાં (Porbandar) હિરલબા જાડેજા (Hiralba Jadeja) અને તેમનાં સાગરીતો વિરુદ્ધ રૂપિયાની લેતી-દેતી, અપહરણ સહિતનાં ગંભીર આરોપ થયા હતા. જે હેઠળ તેમની અને સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ હિરલબા વિરુદ્ધ સાઇબર ફ્રોડની (Cyber Fraud) ફરિયાદ થતાં પોરબંદર પોલીસે જેલમાંથી તેમનો કબજો લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા. અગાઉ પોલીસે 10 દિવસનાં રિમાન્ડની માગ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો - Porbandar : હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક કેસ, લાખોની છેતરપિંડીનો ગંભીર આરોપ!

2 દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કોર્ટમાં હાજર કર્યા

જો કે, 2 દિવસનાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસે આજે ફરી હિરલબાને કોર્ટમાં રજૂ કર્યા હતા અને વધુ 3 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે વધુ રિમાન્ડની માગને નામંજૂર કરી હતી અને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. માહિતી અનુસાર, સાઇબર ક્રાઇમનાં (Cyber ​​Crime) ગુનામાં કરેલી જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમ ગુનામાં હિરલબા જાડેજા સહિત કુલ 6 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાનો (Hitesh Odedara) જેલમાંથી કબજો લઈને ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Gir Somnath : ગરમ ધાબળા વેચવાની આડમાં ચીલઝડપ કરનાર UP ની ગેંગનાં 4 ઝડપાયા

Tags :
Crime NewsCyber Crime Police StationGujaratGUJARAT FIRST NEWSHiralba Jadeja CaseKarnatakaKutiyanaMLA Kandhal JadejaPorbandarPORBANDAR POLICETop Gujarati NewsU.P. and Tamil Nadu
Next Article