Porbandar : સોની વેપારીના અપહરણ કેસમાં LCB ને મોટી સફળતા, 2 આરોપી ઝડપાયા
- Porbandar નાં સોની વેપારીના અપહરણનો મામલો
- પોરબંદર LCB એ 2 આરોપીની ધરપકડ કરી
- રોકડ રૂ. 6,45,600, કાર, ફોન સહિત કુલ 8,53,600 નો મુદ્દામાલ જપ્ત
પોરબંદરમાં (Porbandar) સોની વેપારીનાં અપહરણ મામલે મોટા સમાચાર આવ્યા છે. રૂપિયા 20 લાખની ખંડણી વસુલનાર પૈકી બે આરોપીની પોરબંદર LCB એ ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રૂપિયા 6,45,600, કાર, ફોન સહિત કુલ 8,53,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : 7 વર્ષીય માસૂમ બાળક રમતું હતું, અચાનક આવ્યો માનવભક્ષી દીપડો અને..!
2 સામે નામજોગ, 7 શખ્સ સામે ગુનો નોંધાયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ, પોરબંદરનાં (Porbandar) સોની વેપારી પ્રતાપ પાલા, તેમના સાથી લખમણભાઇ તથા વેજાભાઈનું અપહરણ કરીને આરોપીઓએ રૂ. 20 લાખની ખંડણી વસૂલી હતી. આ મામલે 2 શખ્સ સામે નામજોગ અને 5 અજાણ્યા શખ્સ સહિત 7 શખ્સ સામે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ કેસમાં પોરબંદર LCB એ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો - PM મોદી અને કથાકાર મોરારી બાપુ વચ્ચે મુલાકાત, Amreli માં વડાપ્રધાને CR પાટીલનાં વખાણ કર્યા
દ્વારકા બાયપાસ પાસેથી બે આરોપીઓની ધરપકડ
દરમિયાન, LCB ને મળેલી બાતમીનાં આધારે દ્વારકા બાયપાસ પાસેથી આરોપી પ્રતાપ અરશી ઓડેદરા તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે, અન્ય આરોપીઓની શોધખોળ હાલ પણ કરાઈ રહી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 6,45,600, કાર, ફોન સહિત કુલ 8,53,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Dahod : સબજેલનાં જેલ અધિક્ષકને લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી લીધા!


