ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Porbandar : કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા મામલે પોલીસનાં ચોંકાવનારા ખુલાસા!

આ કેસમાં બગવદર પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય ઓડેદરા તથા અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
02:59 PM Feb 03, 2025 IST | Vipul Sen
આ કેસમાં બગવદર પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય ઓડેદરા તથા અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
Pobander_gujarat_first 2
  1. Porbandar ના કુખ્યાત મેરામણ ખુંટીની હત્યાનો મામલો
  2. ભીમા દુલા ઓડેદરાના ભાણેજ મેરામણ ખુંટીની હત્યા કરાઈ
  3. ગ્રામ્ય DySP એ પત્રકાર પરિષદ યોજી આપી માહિતી
  4. જૂના મનદુઃખને કારણે મેરામણ ખુંટીની હત્યા કરાઈ : પોલીસ
  5. સંજય ઓડેદરા, અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

પોરબંદરનાં (Porbandar) બખરલા ગામે જૂના ઝઘડાની અદાવતમાં ગઈકાલ રાતે ભીમા દુલા ઓડેદરાના (Bhima Dula Odedara) ભાણેજ કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી ખુંટીની હત્યા કરાઈ હતી. આ મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજીને વધુ માહિતી આપી છે. જૂના મનદુ:ખમાં મેરામણ ખુંટીની હત્યા કરવામાં આવી હતી. ગામનાં મંદિર નજીક તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી આરોપીઓ ફરાર થયા હતા. આરોપીઓની શોધખોળ હાલ ચાલી રહી છે.

ગામનાં મંદિર નજીક તિક્ષ્ણ હથિયાર વડે મેરામણ પર હુમલો

પોરબંદરનાં (Porbandar) બખરલા ગામે ભીમા દુલા ઓડેદરાના (Bhima Dula Odedara) ભાણેજ કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા મામલે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસવડા ભગીરથસિંહ જાડેજાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ આદરી હતી. આ મામલે ગ્રામ્ય DySP સુરજિત મહેડુંએ પત્રકાર પરિષદ યોજી હતી અને વધુ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, જૂના મનદુ:ખમાં મેરામણ ખુંટીની હત્યા કરાઈ છે. ગામનાં મંદિર નજીક તિક્ષ્ણ હથિયાર વડે મેરામણ પર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Porbandar : ભીમા દુલા ઓડેદરાના ભાણેજ કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા મામલે આ શખ્સ સામે ગુનો

મૃતક મેરામણ ખુંટી વિરૂદ્ધ 14 જેટલા ગંભીર પ્રકારનાં ગુના

ગ્રામ્ય DySP એ વધુમાં જણાવ્યું કે, મૃતક મેરામણ ખુંટી વિરૂદ્ધ 14 જેટલા ગંભીર પ્રકારનાં ગુનાઓ નોંધાયેલા છે. મરેામણ ખુંટીની હત્યા બાદ પત્ની મંજુબેન ખુંટીએ બગવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં બગવદર પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય ઓડેદરા તથા અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી સંજય તથા અજાણ્યા ઈસમને ઝડપી લેવા પોલીસ દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે, આરોપીઓ હજુ ંફરાર છે.

આ પણ વાંચો - Satadhar Vivad : વિજયબાપુ સામે ગંભીર આક્ષેપનો વધુ એક વીડિયો આવ્યો સામે

જૂની અદાવતમાં કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા

આરોપ મુજબ, મેરામણ ખુંટીની આરોપી સંજય ઓડેદરાનાં મિત્ર રમેશભાઈ ખુંટીના પીતાજી સાથે બોલાચાલી થઈ હતી. આ જૂના ઝઘડાનું મનદુ:ખ રાખીને મેરામણ ખુંટી સાથે આરોપી સંજય અવારનવાર ગાળો બોલીને ઝઘડો કરતો હતો. જ્યારે, ગઈકાલે રાતે આરોપી સંજય તથા અજાણ્યા ઇસમે ચાકું વડે હુમલો કરી મેરામણ ખુંટીની હત્યા કરી હતી. એવો પણ આરોપ છે કે મૃતક મેરામણ અર્જુન મોઢવાડિયાનાં (Arjun Modhwadia) ટેકેદાર મૂળુ મોઢવાડિયાની (Mulu Modhwadia) હત્યામાં સામેલ હતો. પોરબંદરમાં (Porbandar) મેરામણ સામે અનેક ગુના પણ નોંધાયેલા છે. કુખ્યાત મેરામણ ખુંટી હિસ્ટ્રીશીટર ગુનેગાર હતો.

આ પણ વાંચો - Amreli Letter Kand : દિલીપ સંઘાણીએ CM ને લખ્યો પત્ર, કહ્યું - HC નાં જજની અધ્યક્ષતામાં..!

Tags :
Arjun ModhwadiaBagavadar PoliceBakharla villagBhima Dula OdedaraBreaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLangi KhuntiLatest News In GujaratiMeraman KhuntiMulu ModhwadiaNews In GujaratiPorbandarSanjay Odedara
Next Article