Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shaktipeeth Bahucharaji : માતાજીને આજે રસ-રોટલીનો પ્રસાદ કેમ ધરાવાયો, વાંચો અહેવાલ

અહેવાલ---મુકેશ જોષી, મહેસાણા શક્તિપીઠ બહુચરાજીમાં આજે માગશર સુદ બીજનું ખુબજ મહત્વ બહુચરાજી માતાજીને આજે રસ રોટલીનો પ્રસાદ અર્પણ કરાયો શક્તિપીઠ બહુચરાજી માટે આજનો દિવસ ખાસ માતાજીને કેરી રસ અને રોટલીનો પ્રસાદ 338 વર્ષ પૂર્વે ભર શિયાળે માતાજીએ તેમના પરમભક્ત વલ્લભ...
shaktipeeth bahucharaji   માતાજીને આજે રસ રોટલીનો પ્રસાદ કેમ ધરાવાયો  વાંચો અહેવાલ
Advertisement

અહેવાલ---મુકેશ જોષી, મહેસાણા

શક્તિપીઠ બહુચરાજીમાં આજે માગશર સુદ બીજનું ખુબજ મહત્વ
બહુચરાજી માતાજીને આજે રસ રોટલીનો પ્રસાદ અર્પણ કરાયો
શક્તિપીઠ બહુચરાજી માટે આજનો દિવસ ખાસ
માતાજીને કેરી રસ અને રોટલીનો પ્રસાદ
338 વર્ષ પૂર્વે ભર શિયાળે માતાજીએ તેમના પરમભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા રસ રોટલીની નાત જમાડી હતી
માતાજીએ તેમના ભક્તની લાજ રાખવા પુરેલા પરચાને જીવંત રાખવા પ્રયાસ.
માતાજીને 3500 લીટર રસ, રોટલી અને 1100 કિલોનો અન્નકૂટ ધરાવાયો
આનંદ ગરબા મંડળ અને બહુચર માતાજી ટ્રસ્ટ તેમજ ભક્તો દ્વારા કરાયું હતું આયોજન

Advertisement

શક્તિપીઠ બહુચરાજીમાં આજે મા બહુચરાજી માતાજી ને રસ અને રોટલીનો પ્રસાદ ધરાવાયો. 338 વર્ષ પહેલાં માઇ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજી એ પરચો પૂર્યો હતો તેને જીવંત રાખવા ભક્તો દ્વારા પ્રયાસ કરાયો હતો.

Advertisement

બહુચરાજી આનંદના ગરબા મંડળ દ્વારા આયોજન

જગતજનની માતા બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા 338 વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિને માગસર સુદ બીજ મહિનામાં અશક્ય જણાતું રસ- રોટલીનું જમણ કરાવ્યું હતું. માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજી આનંદ ના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માગશર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં માં બહુચરની આરતી બાદ રસ-રોટલીનો પ્રસાદ શ્રધ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો.

ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ- રોટલીનું ભોજન જમાડ્યું

338 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ, બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે, અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિ ભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાંસીપાત્ર થવું તે ઠીક નથી. માતાજીએ ધરપત આપતાં કહ્યું કે, કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ. તમો અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઇચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ. માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા. જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ-રોટલીનું ભોજન માંગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગસર મહિનામાં કેરી ક્યાંથી મળે. એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ- રોટલીનું ભોજન જમાડ્યું હતું. તે દિવસે માગસર સુદ બીજને સોમવાર સંવત 1732ની સાલ હતી.

રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે

માતાજીના આ પરચાને આજે પણ બહુચરાજીમાં દર માગશર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યો છે. અને આજે પણ અહી માગશર સુદ બીજની રાત્રે સંધ્યા આરતી બાદ માતાજી ને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહી આવતા હજ્જારો ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે. રસ રોટલી માં રોટલી અહીની સ્થાનિક બહેનો યથાશક્તિ પોતાના ઘરેથી બનાવીને માતાજીને ધરાવે છે . અને તે રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે.

માતાજીના પોતાના ભક્ત પ્રત્યેના આ ચમત્કારને આજે પણ લોકો યાદ કરે છે

આમ, માતાજીના પોતાના ભક્ત પ્રત્યેના આ ચમત્કારને આજે પણ લોકો યાદ કરે છે અને ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ લેવા અહી દુર દુર થી ભક્તો પધારે છે. મંદિરના પુજારીના જણાવ્યા મુજબ આ ઈતિહાસ પરથી પણ એક શીખવા મળે છે કે, જયારે કોઈ મુસીબત આવે ત્યારે જો આપનો વિશ્વાસ દ્રઢ હોય અને તમે ઈશ્વર પર ભરોસો રાખો છો ત્યારે મુસીબતમાંથી બહાર આવવાનો રસ્તો ઈશ્વર અવશ્ય કાઢી દે છે . બસ ભરોસો હોવો જોઈએ.

આ પણ વાંચો-----બ્રહ્માસ્ત્રરૂપી મા બગલામુખી

Tags :
Advertisement

.

×