Gandhinagar: વડાપ્રધાનના બે દિવસ ગુજરાત પ્રવાસે, પ્રથમ લોકોમોટિવ એન્જિનનું PMના હસ્તે લોકાર્પણ
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે
- PM મોદી 26 અને 27 મે બે દિવસ ગુજરાતની મુલાકાતે
- દાહોદ, ભુજ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમોમાં આપશે હાજરી
- PMના ગુજરાત પ્રવાસ દરિમયાન બે રોડ શોનું આયોજન
- 27 તારીખે શહેરી વિકાસ મંત્રાલયના કાર્યક્રમમાં આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) બે દિવસ ગુજરાત પ્રવાસે (Prime Minister on Gujarat tour) આવી રહ્યા છે. PM નરેન્દ્રભાઈ મોદી ((PM Narendrabhai Modi)) 26 અને 27 મે બે દિવસ ગુજરાતની મુલાકાતે (Gujarat visit) છે. વડાપ્રધાન દાહોદ, ભુજ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમોમાં હાજરી આપશે. PM ના ગુજરાત પ્રવાસ (Prime Minister on Gujarat tour) દરમ્યાન બે રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ જતા પહેલા વડોદરા ખાતે તા. 26 ના રોજ રોડ શો (PM Vadodra Road Show) નું આયોજન કરવામાં આવશે. ત્યાર બાદ તા. 26 તારીખે કચ્છના પ્રવાસ બાદ અમદાવાદમાં પણ રોડ શો (Ahmedabad Road Show) યોજાશે. અને તા. 27 ના રોજ શહેરી વિકાસ મંત્રાયલના કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી (Prime Minister on Gujarat tour)ના પ્રવાસને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
26 અને 27 મે બે દિવસ ગુજરાત ના પ્રવાસે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (Prime Minister narendrabhai modi)ના બે દિવસીય ગુજરાત પ્રવાસના કાર્યક્રમ પર નજર કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister narendrabhai modi)ના બે દિવસીય ગુજરાત પ્રવાસ (PM gujarat Tour) દરમ્યાન તેઓ તા. 26 અને 27 મે બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. દાહોદ, ભુજ અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમોમાં પીએમ હાજર રહેશે.
પ્રથમ લોકોમોટિવ એન્જિનનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે
તા. 26 મે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai modi) સવારે 10.15 કલાકે વડોદરા એરપોર્ટ (Vadodra Airport) પહોંચશે. વડોદરા એરપોર્ટ થી હેલિકોપ્ટર દ્વારા પ્રધાનમંત્રી દાહોદ પહોંચશે. દાહોદ ખાતે બપોરે 12 વાગ્યે જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજર રહેશે. દાહોદ ખાતે 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું નિર્માણ (Construction of Railway Production Unit) થયું છે. જેમાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકો મોટિલ એન્જિનનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ (Motil engine launched by Prime Minister) કરવામાં આવશે. દાહોદ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટ પરત ફરશે.
ભુજ ખાતે જંગી સભાને સંબોધિત કરશે
વડોદરા એરપોર્ટ થી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM narendra modi) બપોરે ભુજ જવા માટે રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM narendrabhai modi) બપોરે 3.30 કલાકે ભુજ એરપોર્ટ(BHuj Airport) પહોંચશે. સાંજે 4 કલાકે ભુજ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM narendrabhai modi) જંગી સભા ને સંબોધિત કરશે.ભુજ ખાતેના કાર્યક્રમમાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે કરાશે. ભુજ એરપોર્ટ થી પીએમ મોદી સાંજે 5.30 કલાકે અમદાવાદ આવવા માટે રવાના થશે. સાંજે 6.30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચશે.
આ પણ વાંચોઃ Gandhinagar: CM કાર્યાલય ખાતે યોજાયો સ્વાગત કાર્યક્રમ, ધરતીપુત્રના પ્રશ્નોનું નિવારણ લાવવા તાકીદ કરી
અમદાવાદ ખાતે ભવ્ય રોડ-શો યોજાશે
ઓપરેશન સિંદૂર (Oparation Sindoor) બાદ પહેલી વખત ગુજરાત આવેલા પ્રધાનમંત્રીનું અમદાવાદમાx ભવ્ય સ્વાગત કરાશે. તેમજ અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો (PM Road Show Ahmedabad) યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM narendrabhai Modi) 7.30 કલાકે ગાંધીનગર રાજભવન પહોંચશે. પ્રધાનમંત્રી ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.
આ પણ વાંચોઃ Gujarat Corona : રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું, જાણો કયા શહેરમાં સૌથી વધુ કેસ આવ્યા
વડાપ્રધાનના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ કરાશે
27 મી મે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસની શરૂઆત થશે. પીએમ મોદી સવારે 10.15 કલાકે ગાંધીનગરના રાજભવનથી મહાત્મા મંદિર જવા રવાના થશે. સંભવિત રાજભવનથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર પણ પ્રધાનમંત્રીનું ઓપરેશન સિંદૂર અંતર્ગત ભવ્ય સ્વાગત થશે. 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચશે. જ્યાં શહેરી વિકાસ વર્ષ અંતર્ગતના વિવિધ વિકાસ અને લોકાર્પણ કાર્યક્રમો પ્રધાનમંત્રીના હસ્તે કરાશે. મહાત્મા મંદિર ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી બપોરે 12.55 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી દિલ્હી પરત ફરશે.
આ પણ વાંચોઃ Gujarat Rain : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ, જાણો ક્યા ખાબક્યો મેઘ