kutch : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 26 મેએ ભુજની મુલાકાતે, હિલવ્યુથી પ્રિન્સ રેસીડેન્સી સુધી યોજાશે રોડ શો
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 26 મેએ ભુજની મુલાકાતે
- ભુજના હિલવ્યુથી પ્રિન્સ રેસીડેન્સી સુધી યોજાશે રોડ શો
- શહેરના મુખ્ય માર્ગ પર જુદા જુદા ટેબ્લો ગોઠવાશે
- 1000 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવ્યો
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમ્યાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેમજ રોડ શો યોજવાના છે. વડાપ્રધાન બે દિવસીય પ્રવાસ દરમ્યાન ભુજ શહેરના હિલવ્યુહથી પ્રિન્સ રેસીડેન્સી સુધી રોડ શો યોજશે. આ રોડ શો માં હજારોની સંખ્યામાં લોકો જોડાશે. રોડ શો દરમ્યાન મુખ્ય માર્ગ પર જુદા જુદા ટેબલો ગોઠવવામાં આવશે. દરેક સમાજ મંડળો સંસ્થાઓ વડાપ્રધાનનું સ્વાગત કરશે. તેમજ 1000 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવ્યો છે. વાજિંત્ર મંડળી તેમજ ઓરકેષ્ટા ગોઠવવામાં આવશે. સભા સ્થળ પર એક લાખ લોકો ઉટમવાની શક્યતાઓ છે. તા. 26 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભુજ ખાતે રોડ શો અને સભામાં હાજર રહેશે.
તિરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરાશેઃ વિનોદ ચાવડા (સાંસદ, કચ્છ)
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર પછી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા સરહદી જિલ્લા એટલે કે કચ્છની મુલાકાતે તા. 26 ના રોજ બપોર પછી પધારી રહ્યા છે. ભવ્ય રોડ શો તેમજ જાહેર સભાનું આયોજન કરવામાં આવનાર છે. જાહેર સભામાં એક અદભૂત નજારો જોવા મળશે.જાહેર સભામાં 10 હજાર બહેનો સિંદૂર અને કેસરી સાડીમાં આપણને જોવા મળશે. હજારોની સંખ્યામાં તિરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. રોડ શો ની અંદર પણ એક કિલોમીટર નો લાંબો ધ્વજ દરેક લોકોના હાથમાં હશે. અને એક રેકોર્ડ થશે. અને સાથે સાથે અલગ અલગ સમાજની મંડળીઓ દ્વારા પણ વિવિધ કાર્યક્રમોના માધ્યમથી આવકારનો કાર્યક્રમ રોડ શો ની અંદર આપણને જોવા મળશે.
ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને રાખી ડોમની વ્યવસ્થા કરાઈઃ આનંદ પટેલ (કલેક્ટર)
કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આવા વાતાવરણની વચ્ચે વડાપ્રધાન આપણી વચ્ચે પધારી રહ્યા છે. ત્યારે અલગ અલગ વિસ્તારના, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તે ડિપાર્ટમેન્ટના લોકાર્પણ અને ખાતમુર્હતના કાર્યક્રમો અહીંયા રાખવામાં આવેલ છે. પરંતું જે મહત્વનું છે તે ઓપરેશન સિંદૂરનું છે. ઓપરેશન સિંદૂર પછી આપણે સૌ એક દેશભક્ત તરીકે એક સશક્ત નાગરિક તરીકે જે તે વખતે પણ ઉભા રહ્યા છીએ અને હાલમાં પણ આપણે ઉત્સાહ પૂર્ણ રીતે ઉભા રહેવાના છીએ. જે તૈયારીઓ છે વહીવટી તંત્ર તરફથી કરવાની હોય તે સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. આપણે એક વિશાળ ડોમની પણ વ્યવસ્થા કરેલી છે. ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને રાખી ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી નાગરિકો આ કાર્યક્રમમાં જોડાઈ શકે.
કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અનુરૂપ લોકો પરંપરાગત ડ્રેસમાં રોડ-શો માં જોડાશે
કચ્છ ભાજપ જિલ્લા પ્રમુખ દેવજી વરચંદજીએ જણાવ્યું હતું કે, દેશના સમ્માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ સવાયા કચ્છી આપણા નરેન્દ્રભાઈ જ્યારે કચ્છ આવી રહ્યા છે. ત્યારે આખા જિલ્લાના નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા. 26 ના રોજ ટાઈમ સ્ક્વેરની સામેના મેદાનમાં ભૂજમાં પધારવાના છે ત્યારે સવા કિલોમીટર લાંબો એક રોડ શો થવાનો છે. આ રોડ શો માં પરંપરાગત વેશમાં કચ્છના તમામ સમાજના લોકો કચ્છની ભાતીગળ સંસ્કૃતિ છે. એને લઈ અલગ અલગ સમાજના લોકો પરંપરાગત ડ્રેસમા લોકો રોડ શો માં જોડાશે.
આ પણ વાંચોઃ Gandhinagar: વડાપ્રધાનના બે દિવસ ગુજરાત પ્રવાસે, પ્રથમ લોકોમોટિવ એન્જિનનું PMના હસ્તે લોકાર્પણ