Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુક્રેન યુદ્ધ વચ્ચે થોડીવારમાં Zelensky ને મળશે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોલેન્ડની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા યુક્રેનની યાત્રા પીએમ મોદીએ યુક્રેન જવા માટે ટ્રેન દ્વારા મુસાફરી કરી 1991માં યુક્રેનને આઝાદી મળ્યા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદીની મુલાકાત પર વિશ્વની નજર અમેરિકાએ...
યુક્રેન યુદ્ધ વચ્ચે થોડીવારમાં zelensky ને મળશે પીએમ મોદી
Advertisement
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોલેન્ડની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા યુક્રેનની યાત્રા
  • પીએમ મોદીએ યુક્રેન જવા માટે ટ્રેન દ્વારા મુસાફરી કરી
  • 1991માં યુક્રેનને આઝાદી મળ્યા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.
  • પીએમ મોદીની મુલાકાત પર વિશ્વની નજર
  • અમેરિકાએ પણ આ મુલાકાતને મહત્વની ગણાવી

Volodymyr Zelensky : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ ગુરુવારે યુક્રેનની ઐતિહાસિક મુલાકાતે રવાના થયા હતા. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Volodymyr Zelensky)ના આમંત્રણ પર યુક્રેનની મુલાકાતે આવેલા પીએમ મોદીએ કહ્યું છે કે તેઓ હાલ ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે યુક્રેનના નેતા સાથે પોતાના વિચારો રજૂ કરશે. યુક્રેનની તેમની મુલાકાત તેમની મોસ્કોની મુલાકાતના લગભગ છ અઠવાડિયા પછી થઇ રહી છે. જેની યુએસ અને તેના કેટલાક પશ્ચિમી સાથીઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી. 1991માં યુક્રેનને આઝાદી મળ્યા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.

આ પણ વાંચો----Ukraine જતા પહેલા PM મોદીએ કહી મોટી વાત, કહ્યું- 'વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે UN માં રિફોર્મ જરૂરી'

Advertisement

Advertisement

યુક્રેન માટે ટ્રેન દ્વારા મુસાફરી

પીએમ મોદીએ કહ્યું, "હું દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ પર મંતવ્યો શેર કરવા માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સંવાદને આગળ ધપાવવાની તકની રાહ જોઈ રહ્યો છું, અમે મિત્રો અને ભાગીદારો તરીકે, અમે આ વિસ્તારમાં વહેલી શાંતિ અને સ્થિરતાની રાહ જોઈ રહ્યા છીએ."

'આ યુદ્ધનો યુગ નથી'

નોંધનીય છે કે, ભારતે હજુ સુધી યુક્રેન પર રશિયન હુમલાની નિંદા કરી નથી અને તે વાતચીત અને રાજદ્વારી દ્વારા સંઘર્ષનું નિરાકરણ લાવવાનું આહ્વાન કરી રહ્યું છે. યુક્રેનની મુલાકાત પહેલા જ પીએમ મોદીએ પોલેન્ડમાં પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત અશાંત ક્ષેત્રમાં શાંતિનું સમર્થન કરે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે "આ યુદ્ધનો યુગ નથી" અને કોઈપણ સંઘર્ષને મુત્સદ્દીગીરી અને સંવાદ દ્વારા ઉકેલવા જોઈએ. તેમણે કહ્યું, “ભારત ભગવાન બુદ્ધની ભૂમિ છે. તેથી, ભારત આ ક્ષેત્રમાં કાયમી શાંતિનો સમર્થક છે. અમારું વલણ એકદમ સ્પષ્ટ છે - આ યુદ્ધનો યુગ નથી. માનવતાને જોખમમાં મૂકતા પડકારો સામે એકજૂથ થવાનો આ સમય છે. તેથી, ભારત મુત્સદ્દીગીરી અને સંવાદમાં વિશ્વાસ રાખે છે."

આ પણ વાંચો----PM MODI  કેમ 20 કલાકની મુસાફરી કરી ટ્રેન દ્વારા યુક્રેન જશે..? વાંચો કારણ...

Tags :
Advertisement

.

×