PM Kutch visit: ભુજમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે, મોટી સંખ્યામાં જનમેદની ઉમટી
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની મુલાકાતે
- ભુજમાં PM મોદી સભાને કરશે સંબોધીત
- ભુજમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો
- જુદી જુદી મહિલા ગ્રુપ દ્વારા નૃત્ય રજૂ કરાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની મુલાકાતે છે. ભુજમાં પીએમ મોદી સભાને સંબોધીત કરશે. ભુજમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાવાનો છે. તેમજ જુદી જુદી મહિલાઓ ગ્રુપ દ્વારા નૃત્ય રજૂ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈ મહિલા ગ્ર્પુમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છમાં વડાપ્રધાન વિકાસના કામોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરશે.
kutch pm modi
ભુજ ખાતે વડાપ્રધાન સભાને સંબોધિત કરશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસીય ગુજરાત મુલાકાત દરમ્યાન પ્રથમ દિવસે તેઓ કચ્છની મુલાકાતે છે. ભુજ ખાતે સાંજે ચાર કલાકે વડાપ્રધાન મોદી સભાને સંબોધિત કરશે. 6 વિશાળ ડોમમાં 1 લાખ લોકો સમાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ ગરમીને ધ્યાને લઈ વિશાળ ડોમમાં એર કુલર તેમજ પંખા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા વિવિધ સમાજનાં લોકો સજ્જ્ છે. વડાપ્રધાન કચ્છમાં વિકાસ કામોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરશે.
ભુજમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાતને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભુજમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે. કચ્છમાં રહેતા શીખ સમાજના લોકોએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી હતી. નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકાર અપાયો હતો.
આ પણ વાંચોઃ VADODARA : ભવ્ય રોડ શો બાદ PM નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું, 'Thank You Vadodara!'