ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Kutch visit: ભુજમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે, મોટી સંખ્યામાં જનમેદની ઉમટી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની મુલાકાતે છે. ભુજમાં પીએમ મોદી સભાને સંબોધશે. તેમજ ભુજમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો પણ યોજાશે.
04:20 PM May 26, 2025 IST | Vishal Khamar
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની મુલાકાતે છે. ભુજમાં પીએમ મોદી સભાને સંબોધશે. તેમજ ભુજમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો પણ યોજાશે.
Pm modi kutch gujarat first

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની મુલાકાતે છે. ભુજમાં પીએમ મોદી સભાને સંબોધીત કરશે. ભુજમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાવાનો છે. તેમજ જુદી જુદી મહિલાઓ ગ્રુપ દ્વારા નૃત્ય રજૂ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈ મહિલા ગ્ર્પુમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છમાં વડાપ્રધાન વિકાસના કામોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરશે.

kutch pm modi

ભુજ ખાતે વડાપ્રધાન સભાને સંબોધિત કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસીય ગુજરાત મુલાકાત દરમ્યાન પ્રથમ દિવસે તેઓ કચ્છની મુલાકાતે છે. ભુજ ખાતે સાંજે ચાર કલાકે વડાપ્રધાન મોદી સભાને સંબોધિત કરશે. 6 વિશાળ ડોમમાં 1 લાખ લોકો સમાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ ગરમીને ધ્યાને લઈ વિશાળ ડોમમાં એર કુલર તેમજ પંખા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા વિવિધ સમાજનાં લોકો સજ્જ્ છે. વડાપ્રધાન કચ્છમાં વિકાસ કામોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરશે.

આ પણ વાંચોઃ PM Modi in Gujarat : લોકોમોટિવ એન્જિન પર લખાશે મેઈડ ઈન દાહોદ, 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું નિર્માણ

ભુજમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાતને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભુજમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે. કચ્છમાં રહેતા શીખ સમાજના લોકોએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી હતી. નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકાર અપાયો હતો.

આ પણ વાંચોઃ VADODARA : ભવ્ય રોડ શો બાદ PM નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું, 'Thank You Vadodara!'

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSPM Narendrabhai ModiPM visits Bhujvisits Kutch district
Next Article