Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar: હોસ્પિટલના પ્રિઝન વૉર્ડમાં કેદીએ એસિડ ગગટાવ્યું, પછી જે થયુ...!

Porbandar: ભાવસિંહજી હોસ્પિટલના પ્રિઝન વૉર્ડમાં સારવાર લઈ રહેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા કેદી મહેશ બથવારે ગતરાત્રે બાથરૂમમાં રાખેલ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં બગવદર પોલીસ વાહનમાં તોડફોડ કરનાર મહેશની સ્થિતિ ગંભીર હોવાથી તેને તાત્કાલિક અન્ય જિલ્લાની હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો છે.
porbandar  હોસ્પિટલના પ્રિઝન વૉર્ડમાં કેદીએ એસિડ ગગટાવ્યું  પછી જે થયુ
Advertisement
  • Porbandar માં કેદીએ હોસ્પિટલમાં એસિડ પી લીધું
  • મહેશ બથવારે કેદી વોર્ડમાં એસિડ પીધું
  • Bhavsinhji Hospital માં બની હતી ઘટના
  • ગુનાહિત ઇતિહાસ ધરાવતા મહેશની હાલત ગંભીર
  • એસિડ પીધા બાદ અન્ય હોસ્પિટલમાં રિફર
  • મહેશે તાજેતરમાં પોલીસ વાહનમાં તોડફોડ કરી હતી

Porbandar:શહેરની ભાવસિંહજી હોસ્પિટલના પ્રિઝનલ (કેદી) વૉર્ડમાં સારવાર લઈ રહેલા એક કુખ્યાત કેદી મહેશ બથવાર (Mahesh Bathvar)એ ગતરાત્રે બાથરૂમમાં રાખેલ એસિડ પી લેતા ખળભળાટ મચી ગયો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ કેદી ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલના તબીબો દ્વારા તપાસવામાં આવ્યો હતો, પરંતુ તેની ગંભીર સ્થિતિ જોતા તેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી હતી.

મહેશ બથવાર ધરાવે છે ગુનાહિત ઈતિહાસ

પ્રાપ્ત માહિતી અનુસાર, એસિડ પીનાર કેદીની ઓળખ મહેશ બથવાર (Mahesh Bathvar) તરીકે થઈ છે.  મહેશ બથવાર અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને તેનો ઇતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે. તાજેતરમાં જ, મહેશ બથવારે પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનના સરકારી વાહનમાં મોટા પાયે તોડફોડ કરી હતી, જેના કારણે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો. આ પ્રકારના હિંસક વર્તન બાદ તેને ભાવસિંહજી હોસ્પિટલ(Bhavsinhji Hospital) ના પ્રિઝન વૉર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

રાત્રે એસિડ પીધું

મળતી વિગતો મુજબ ગત રાત્રીના સમયે મહેશ બથવારે વૉર્ડના બાથરૂમમાં રાખેલ એસિડ પી લીધું હતું. કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર મળતા જ પ્રિઝન વૉર્ડમાં દોડધામ મચી ગઈ હતી. ફરજ પરના પોલીસકર્મીઓ અને હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સિનિયર ડોક્ટરને બોલાવી મહેશની તપાસ શરૂ કરી હતી. એસિડના કારણે તેના આંતરિક અંગોને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાની આશંકાના પગલે, ભાવસિંહજી હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો મર્યાદાને ધ્યાનમાં રાખીને તબીબોએ તેને વધુ સારવાર માટે અન્ય જિલ્લાની મોટી હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે રિફર કરાયો હતો.

આ ઘટનાથી હોસ્પિટલના પ્રિઝન વૉર્ડની સુરક્ષા અને કેદીઓ પર દેખરેખ રાખવાની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આખરે બાથરૂમમાં એસિડ જેવો જીવલેણ પદાર્થ કેવી રીતે પહોંચ્યો, અને કેદીએ તેનો ઉપયોગ કેવી રીતે કર્યો, તે અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

  આ પણ વાંચોઃ Jamnagar: ફેક રોકાણ એપ્લિકેશનથી છેતરપિંડી કરી!, પૈસા વિડ્રો ન થતાં…!

Tags :
Advertisement

.

×