Banaskantha : વડગામના કોદરામ ડેરીમાં નફો વિતરણ વિવાદ ; પંખાના કારણે 11 લાખ રૂપિયાનું દૂધ ઉડી ગયું
- Banaskantha : વડગામના કોદરામમાં 11 લાખની રૂપિયાનું દૂધ પંખાના કારણે ઘટ્યું હોવાનું આવ્યું સામે
- ગામમાં 14 તારીખે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી
- સભામાં 6.25 ટકા ભાવ વધારો જાહેર કર્યો જેને સાધારણ સભાએ બહાલી આપી નહીં
- કારણ કે ગામ લોકો એનાથી સંતોષ ન હતા
- કોદરામ સિવાયના અન્ય ગામડાઓમાં 12 ટકા નફો વહેંચવામાં આવ્યો, જ્યારે કોદરામમાં માત્ર 6.25 ટકા નફો
- પશુપાલકોએ કહ્યું 50% ભાવ વધારો ઓછો કેમ....?
વડગામ : બનાસકાંઠા જિલ્લાના ( Banaskantha ) વડગામ તાલુકાના (Vadgam) કોદરામ ડેરીમાં (Kodram Dairy) નફા વિતરણ અંગે વિવાદ ઉભો થયો છે. આ વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે 14 સપ્ટેમ્બર, 2025ની વાર્ષિક સાધારણ સભામાં 6.25% નફો વહેંચણી જાહેર કરવામાં આવી હતી. આ નફાની વહેંચણીને સભાએ મંજૂરી આપી નથી. આ સાથે જ કોદરામના પશુપાલકો સાથે ભ્રષ્ટાચારના કારણે હળાહળ અન્યાય થઈ રહ્યો છે. બનાસકાંઠાના અન્ય ગામડાઓને જેટલા નફાની વહેંચણી કરવામાં આવી રહી છે, તેના કરતાં અડધા નફાની વહેંચણી કોદરામના પશુપાલકોને આપવામાં આવી રહ્યુ છે. આ સાથે જ તેમના સાથે અન્યાય થઈ રહ્યો છે. તો આ અન્યાય અને ભ્રષ્ટાચારને છૂપાવવા માટે એક વિચિત્ર કારણ આપાવામાં આવી રહ્યું છે. પંખાના કારણે દૂધ ઉડી ગયું હોવાનું ન માન્યામાં આવે તેવું કારણ આપીને પોતાનું પાપ છૂપાવવામાં આવી રહ્યું છે.
પશુપાલકોનું કહેવું છે કે અન્ય ગામડાઓમાં 12% નફો વહેંચાયો છે. જ્યારે કોદરામમાં માત્ર 6.25% નફાની વહેંચણી કેમ કરવામાં આવી રહી છે? પશુપાલકોના પ્રશ્નનો વિચિત્ર જવાબ આપવામાં આવ્યો છે. આ જવાબ વિશે કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ટોંટ માર્યો છે. જણાવી દઈએ કે, પશુપાલકોને જવાબ આપવામાં આવ્યો છે કે, પંખા ફરવાના કારણે 11 લાખ રૂપિયાનું દૂધ ઉડી ગયું છે કે દૂધની ઘટ પડી છે. લો બોલો.. પંખા ફરવાના કારણે દૂધમાં એક-બે નહીં પરંતુ 11 લાખ રૂપિયાની ઘટ.. આ જવાબથી પશુપાલકો સંતુષ્ટ થયા નથી. આ ઘટના કારણે પશુપાલકોએ પોતાનો નફો ગુમાવવાનો વારો આવ્યો છે. તેથી તેઓ લડત આપી રહ્યાં છે અને તેમને પણ 12થી 13 ટકા નફો આપવાની માંગણી કરી રહ્યાં છે, જે તેમનો હક પણ છે.
Banaskantha માં પશુપાલકોને વિચિત્ર જવાબ
જણાવી દઈએ કે, કોદરામ દૂધ મંડળીના વાર્ષિક અહેવાલમાં 11 લાખ રૂપિયાની ઘટાવણી દર્શાવવામાં આવી છે, જેના પર પશુપાલકો દ્વારા ભ્રષ્ટાચાર થયાનો ગંભીર આક્ષેપ કરી રહ્યાં છે. તો દૂધમંડળીના ચેરમેને જવાબમાં 'પંખાના કારણે દૂધનું વજન વધઘટ થયાનું જણાવ્યું છે, પરંતુ પશુપાલકો તેને માન્ય રાખ્યું નથી. તો બીજી તરફ જિજ્ઞેશ મેવાણી દ્વારા એક વીડિયો શેર કરીને ટોંટના રૂપમાં કહેવામાં આવ્યું છે કે, જો આવી ટેકનોલોજી આપણા પાસે હોય તો બનાસકાંઠાના સમી-હારીજમાં અતિવૃષ્ટિના કારણે ભરાયેલા પાણીને સૂકવવામાં આનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો- Vadodara Crime : ‘પ્રતિક પટેલ’ના નામે ઇકબાલ પરમારે યુવતી ઉપર આચર્યું દુષ્કર્મ, ઓળખ છતી છતાં મોતની ધમકી
વાર્ષિક સભામાં 6.25% નફો જાહેર, પશુપાલકોનો વિરોધ
કોદરામ ડેરીની વાર્ષિક સાધારણ સભા 14 સપ્ટેમ્બરે યોજાઈ હતી, જેમાં ચેરમેને 6.25% નફો વહેંચણી જાહેર કરી હતી. પરંતુ સભાએ આને મંજૂરી આપી નથી. તેઓ કહે છે કે અન્ય ગામડાઓમાં 12થી 13% નફો વહેંચાયો છે, જ્યારે કોદરામમાં માત્ર 6.25% જ કેમ? પશુપાલકોનું કહેવું છે કે "50% ભાવ વધારો ઓછો કેમ? અમારા દૂધના પૈસા ક્યાં ગયા?" વાર્ષિક અહેવાલમાં 11 લાખ રૂપિયાની ઘટાવણી દર્શાવવામાં આવી હોવાનું પશુપાલકોએ આક્ષેપ કર્યાં છે.
'પંખાના કારણે દૂધનું વજન વધઘટ' : ચેરમેનનો જવાબ માન્ય નથી
ચેરમેને જવાબમાં કહ્યું કે "પંખાના કારણે દૂધનું વજન બેલેન્સમાં વધઘટ થયું, જેના કારણે 11 લાખની ઘટ થઈ છે." પરંતુ પશુપાલકો આ કારણને માન્ય રાખ્યું નથી. તેઓ કહે છે કે "આવી વાત માનવામાં આવે તેવી નથી. આ વિવાદથી ડેરીમાં તણાવ વધ્યો છે, અને પશુપાલકો વધુ તપાસની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો- Junagadh : શિષ્યવૃતિનુ 4.60 કરોડનું મસમોટું કૌભાંડ, SOGની કાર્યવાહી, 12 સંસ્થાઓમાં છેતરપિંડી