ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Breaking News : રાજ્યની તમામ નર્સરીમાં કોનોકાર્પસના રોપાનો ઉછેર કરવા પર પ્રતિબંધ 

વન વિભાગની તમામ નર્સરીઓમાં અને વાવેતરોમાં કોનોકાર્પસ ( Conocarpus)ના રોપાનો ઉછેર કરવા પર વન વિભાગે પ્રતિબંધ લગાવી દીધો છે. પર્યાવરણ અને માનવ જીવન ઉપર નકારાત્મક અસરો કરે છે વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક તરફથી જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે...
03:36 PM Sep 26, 2023 IST | Vipul Pandya
વન વિભાગની તમામ નર્સરીઓમાં અને વાવેતરોમાં કોનોકાર્પસ ( Conocarpus)ના રોપાનો ઉછેર કરવા પર વન વિભાગે પ્રતિબંધ લગાવી દીધો છે. પર્યાવરણ અને માનવ જીવન ઉપર નકારાત્મક અસરો કરે છે વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક તરફથી જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે...
વન વિભાગની તમામ નર્સરીઓમાં અને વાવેતરોમાં કોનોકાર્પસ ( Conocarpus)ના રોપાનો ઉછેર કરવા પર વન વિભાગે પ્રતિબંધ લગાવી દીધો છે.
પર્યાવરણ અને માનવ જીવન ઉપર નકારાત્મક અસરો કરે છે
વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક તરફથી જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે  ગુજરાતમાં વિદેશી પ્રજાતિ કોનોકાર્પસના ઉછેરનો વ્યાપ વધી રહ્યો છે. સંશોધન અહેવાલો મુજબ આ પ્રજાતિ પર્યાવરણ અને માનવ જીવન ઉપર નકારાત્મક અસરો કરે છે અને ગેરફાયદા ધ્યાનમાં આવ્યા છે. તેના મુળ જમીનમાં ઉંડે સુધી જાય છે અને ખુબ જ વિકાસ પામે છે. જેથી ઘણા સંદેશા વ્યવહાર કેબલ અને ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનને નુકશાન પહોંચાડે છે.
નાગરીકોમાં શરદી, ઉધરસ, એલર્જી, અસ્થમા વગેરે રોગ થવાની શક્યતા
આ વૃક્ષમાં શિયાળામાં ફુલ આવે છે અને તેના પરાગરજ આસપાસના વિસ્તારમાં ફેલાય છે જેના કારણે નાગરીકોમાં શરદી, ઉધરસ, એલર્જી, અસ્થમા વગેરે રોગ થવાની શક્યતા રહે છે.
કોનોકાર્પસ પર પ્રતિબંધ 
આ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાતની તમામ ખાતાકીય અને વન મહોત્સવ નર્સરીઓમાં કોનોકાર્પસના રોપા ઉછેરવા અને વાવેતર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત પરિપત્રમાં જણાવાયું છે કે નોનોકાર્પસના વાવેતર અને તેની આડ અસરો બાબતે વન વિભાગ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમો તથા કિસાન શિબિર અને પ્રૃકૃતિ શિક્ષણ શિબિર યોજવા જણાવાયું છે.
આ પણ વાંચો---AMBAJI : ખોરજ ગામ પગપાળા સંઘ પહોંચ્યો અંબાજી, શ્રી સિદ્ધિ ગ્રુપ પરિવાર દ્વારા ધ્વજારોહણ કરાયું
Tags :
Banbreaking newsConocarpusforest departmentnurseries
Next Article