ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

France માં 'બ્લોક એવરીથિંગ' વિરોધ શું છે? ; સરકાર સામે લોકોમાં નારાજગીનું કારણ બજેટ

France માં સરકારની નીતિઓથી નારાજગીના કારણે વિરોધ પ્રદર્શન
07:43 PM Sep 10, 2025 IST | Mujahid Tunvar
France માં સરકારની નીતિઓથી નારાજગીના કારણે વિરોધ પ્રદર્શન

નેપાળમાં સોમવારથી શરૂ થયેલું જેન-ઝી પ્રદર્શન હજુ ખતમ થયું નથી. આ દરમિયાન યુરોપિયન દેશ ફ્રાન્સમાં ( France ) એક બીજું રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન શરૂ થયું છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંની નીતિઓની વિરુદ્ધ ફ્રાન્સના લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને આ પ્રદર્શનને 'બ્લોક એવરીથિંગ' નામ આપવામાં આવ્યું છે. એક તરફ મેક્રોંએ ગઈકાલે સેબેસ્ટિયન લેકોર્નુને ફ્રાન્સના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા તો બીજી તરફ તેમના કાર્યભાર સંભાળતાંની સાથે જ લોકોએ મોટા પાયે પ્રદર્શનો શરૂ કરી દીધા છે.

France ના રસ્તાઓ પર ચક્કાજામ

ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોંની વિરુદ્ધ આ વિરોધ પ્રદર્શનના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને થોડા જ કલાકોમાં પોલીસે 200થી વધુ લોકોની ધરપકડ કરી છે. શાળાઓ અને ઓફિસોમાં હડતાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. પ્રદર્શનના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટ, શૈક્ષણિક સંસ્થાઓથી લઈને હોસ્પિટલોમાં કામકાજમાં અડચણ આવી છે.

આ પણ વાંચો- Trump એ મોદીને મિત્ર ગણાવ્યા તો EUને ભારત પર 100% ટેરિફની કરી અપીલ : મિત્ર કે દુશ્મન?

'બ્લોક એવરીથિંગ' પ્રદર્શનની આગેવાની એક વિપક્ષી લેફ્ટ ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહી છે, જે મેક્રોંની નીતિઓનો ટીકાકાર રહ્યો છે. આ પ્રદર્શન 39 વર્ષના નવનિયુક્ત વડાપ્રધાન લેકોર્નુ માટે અગ્નિપરીક્ષા સાબિત થઈ શકે છે, જેઓ મેક્રોંના નજીકના સાથી છે અને છેલ્લા ત્રણ વર્ષથી ફ્રાન્સના સંરક્ષણ મંત્રી તરીકે કામ કરી રહ્યા છે.

મેક્રોએ મંગળવારે મોડી રાત્રે લેકોર્નુંને વડાપ્રધાન નિયુક્ત કર્યા, કેમ કે તેમના પૂર્વવર્તી ફ્રાંસ્વા બાયરૂ સંસદમાં વિશ્વાસ મત હારી ગયા હતા, જેના કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. બાયરૂ અને લેકોર્નુ વચ્ચે બુધવારે ઓફિશિયલ હેડઓવર થયું છે. પરંતુ આ દરમિયાન ફ્રાન્સમાં બબાલ શરૂ થઈ ગઈ. લોકોના ટોળાઓ માસ્ક પહેરીને રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે આંસુ ગેસનો ઉપયોગ કર્યો હતો.

France માં 50 લોકોએ નાકાબંધી શરૂ કરી હતી

ગૃહમંત્રી બ્રૂનો રિટેલોએ બુધવારે જણાવ્યું કે, લગભગ માસ્ક પહેરેલા 50 લોકોએ નાકાબંધી શરૂ કરી અને કેટલીક જગ્યાઓ ઉપર આંગચંપી પણ કરી છે. દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં ટૂલૂજ અને ઔચ વચ્ચે ટ્રાફિક ઠપ થઈ ગયો હતો. રિટોલએ જણાવ્યું કે, પેરિસમાં કેટલાક પ્રદર્શન થયા છે. પેરિસ પોલીસે જણાવ્યું કે, સવારના પ્રદર્શનોમાં લગભગ 75 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમને તેવું જણાવ્યું નથી કે, આ ધરપકડ પાછળનું કારણ શું છે.

ફ્રાન્સના ગૃહમંત્રીએ કહ્યું છે કે, આખા દેશમાં 80 હજારથી વધારે સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં એકલા પેરિસમાં જ છ હજાર જવાનોની તૈનાત કરવામાં આવ્યા છે. રિટેલોએ જણાવ્યું કે, પ્રદર્શન શરૂ કરવાના કેટલાક કલાકોમાં જ આખા દેશમાં 200થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે ફ્રાંસીસી મીડિયા અનુસાર, પ્રદર્શનોમાં એક લાખ લોકો સામેલ થયા હોવાની આશા છે. બજેટમાં કાપ, ઓફિસમાં વર્ક કલ્ચર અને નવા વડાપ્રધનનની નિયુક્તિને આ પ્રદર્શન પાછળનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- Nepal માં હિંસા બાદ કાઠમંડુ એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યું, પ્રવાસીઓ માટે રાહત

શું છે France નું બ્લોક એવરીથિંગ પ્રોટેસ્ટ

સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ ચેટ્સ દ્વારા બ્લોક એવરીથિંગ પ્રોટેસ્ટનું આહ્વાન કરવામાં આવ્યું છે. પરંતુ જોત-જોતામાં હજારો લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા અને મેક્રોની નીતિઓનો વિરોધ કરવા લાગ્યા હતા. અનેક શહેરોમાં નાકાબંધી, હડતાલો અને પ્રદર્શન થયા છે. આ બધુ એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે રાષ્ટ્રપતિ મેક્રોએ 12 મહિનામાં પોતાના ચોથા વડાપ્રધાન નિયુક્ત કર્યા છે.

ફ્રાન્સ પહેલાથી જ રાજકિય અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે. એવામાં આ વિરોધ પ્રદર્શન દેશણાં રાજકીય ઉથલ-પુથલને પ્રોત્સાહન આપ્યું છે. પ્રસ્તાવિક બજેટમાં કાપને લઈને મેક્રો સરકાર વિરૂદ્ધ પહેલાથી જ માહોલ બનેલો હતો. એક દિવસના આ રાષ્ટ્રવ્યાપી પ્રદર્શને મેક્રો સરકારને સીધો પડકાર ફેંક્યો છે અને તે વાતનો સંકેત આપ્યો છે કે, આગળની રાહ સરળ નથી.

કેમ થઈ રહ્યો છે વિરોધ પ્રદર્શન?

ફ્રાન્સમાં જનતાનો ગુસ્સો ત્યારે વધી ગયો અને જ્યારે પૂર્વ વડાપ્રધાન ફ્રાંસ્વા બાયરૂએ બજેટમાં 50 અરબ ડોલરથી વધારેના કાપનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમના પ્રસ્તાવમાં બે નેશનલ હોલિડે રદ્દ કરવા, 2026માં પેન્શનમાં રોક લગાવવી અને હેલ્થ સર્વિસ ખર્ચમાં અબજો ડોલરનો કાપનો સમાવેશ થતો હતો. આનાથી જનતા વચ્ચે વ્યાપક ગુસ્સો છે, કેમ કે લોકો આને વર્ક કલ્ચર વિરૂદ્ધ અને પોતાના સ્વાસ્થ્ય સાથે છેડછાડ માની રહ્યાં છે. સાથે જ સરકાર તરફથી મળનારી સેવાઓથી વંચિત કરવાનો આરોપ લગાવી રહ્યાં છે.

શું યેલો વેસ્ટનું રૂપ ધારણ કરી શકે છે પ્રદર્શન?

આ આંદોલનને અત્યાર સુધી કોઈ લીડ કરી રહ્યું નથી, પરંતુ લેફ્ટ પક્ષની અપીલ પછી આની શરૂઆત થઈ છે. પ્રદર્શનકારીઓ બજેટ યોજનાઓ અને આર્થિક અસમાનતાની ફરિયાદો સાથે એકજૂટ છે. પરંતુ પ્રદર્શનમાં સામેલ થનારા લોકોને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા હિંસાથી બચવાની અપીલ પણ કરવામાં આવી છે.

આ આંદોલન તે યેલો વેસ્ટની યાદ અપાવે છે, જેમાં રાષ્ટ્રપતિના રૂપમાં મેક્રોએ પોતાના પહેલા કાર્યકાળમાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આની શરૂઆત પ્યૂલ ટેક્સમાં વધારાના વધારો કરવાની સાથે થઈ હતી, જેમાં પ્રદર્શનકારી હાઈ-વિજિબિલિટી વેસ્ટ પહેરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ આંદોલન ટૂંક જ સમયમાં આર્થિક અસમાનતા અને મેક્રોના નેતૃત્વમાં નારાજ રાજકીય, ક્ષેત્રીય અને સામાજિક લોકો સુધી ફેલાઈ ગયો હતો, જેમાં દરેક ઉંમરના લોકો સામેલ થયા હતા.

આ પણ વાંચો- Nepal Protests : ‘200 પ્રવાસીઓને બહાર કાઢી પ્રદર્શનકારીઓએ ગૌશાળાને આગચંપી’!

Tags :
#BlockEverythingprotest#FranceProtestsFrancepresidentemmanuelmacron
Next Article