PUNE માં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડા, એકનાથ ખડસેનો જમાઇ ફૂલ નશામાં ઝડપાયો
- પુણેમાં રેડ પાર્ટીમાં પોલીસના દરોડા
- મોટા નેતાનો જમાઇ અને બુકીનું નામ ખુલ્યું
- પોલીસની કાર્યવાહીને પગલે નશાખોરોમાં ભારે ફફડાટ
PUNE RAVE PARTY : શનિવારે મોડી રાત્રે પુણેના ખરાડી વિસ્તારમાં પોલીસે એક હાઇ-પ્રોફાઇલ રેવ પાર્ટી (PUNE HIGH PROFILE RAVE PARTY) પર દરોડો પાડ્યો હતો અને પાંચ લોકોની ધરપકડ કરી હતી. 'સ્ટે બર્ડ' નામના ગેસ્ટ હાઉસમાં આયોજિત આ પાર્ટી દરમિયાન પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સ, દારૂ અને હુક્કા જપ્ત કર્યા છે. પોલીસે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ, જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે બધા લોકો નશામાં હતા.
નિખિલ પોપટાણીનું નામ પણ જોડાયેલું છે
ધરપકડ કરાયેલા આરોપીઓમાં બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ કેસમાં એકનાથ ખડસે (EKNATH KHADSE) ના જમાઈ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ (શરદ પવાર જૂથ) મહિલા પ્રદેશ અધ્યક્ષ રોહિણી ખડસે (ROHINI KHADSHE - NCP) ના પતિ પ્રાંજલ કેવલકર (PRANJAL KHEWALKAR) નું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત, એક મહિલા ધારાસભ્યના પતિ અને પ્રખ્યાત બુકી નિખિલ પોપટાણીનું નામ પણ આ કેસમાં જોડાયેલું જણાય છે. જેના કારણે આ કાર્યવાહીથી રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે.
ડીજે ખૂબ જ મોટા અવાજે વાગી રહ્યું હતું
પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે રેડિસન હોટેલની પાછળ સ્થિત એક ગેસ્ટ હાઉસમાં રેવ પાર્ટી ચાલી રહી છે. આ ગેસ્ટ હાઉસ બનસોડે નામના વ્યક્તિનું છે. માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. તે સમયે ડીજે ખૂબ જ મોટા અવાજે વાગી રહ્યું હતું અને ત્યાં હાજર લોકો નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે બધાને રંગે હાથે પકડી લીધા હતા. સ્થળ પરથી માદક દ્રવ્યો, દારૂ અને હુક્કા મળી આવ્યા હતા. પોલીસે હવે જપ્ત કરાયેલા ડ્રગ્સના સ્ત્રોત અને સપ્લાયર્સને શોધવા માટે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો ---- Stampede At Haridwar : હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત