Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PUNJAB : બુલેટપ્રૂફ જેકેટ પહેરીને એન્ટ્રી લેવા જતો પાકિસ્તાની ઘૂસણખોર ઠાર

PUNJAB : બીએસએફના જવાનોએ શકમંદને રોકાવવા કહ્યું હતું, પણ તે તેમની વાત માન્યો ન્હતો. બાદમાં સેનાના જવાનોએ ગોળી મારી દીધી હતી.
punjab   બુલેટપ્રૂફ જેકેટ પહેરીને એન્ટ્રી લેવા જતો પાકિસ્તાની ઘૂસણખોર ઠાર
Advertisement
  • ભારતના સરહદી વિસ્તારમાં સેનાના જવાનોએ સરક્તકા વધારી
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો બાદ સ્થિતી વણસી
  • પંજાબ બોર્ડર પરથી પ્રવેશવા જતો પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર મરાયો

PUNJAB : પંજાબ (PUNJAB) ના ફિરોઝપુર સેક્ટરમાં બીએસએફ (BSF) ની સતર્કતાને પહલે એક પાકિસ્તાની ઘુસણખોર (PAKISTANI INFILTRATOR) ને ઠાર મારવામાં આવ્યો છે.. આ ઘટના ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર બની હતી. ઘુસણખોરે સલવાર અને શર્ટ ઉપર બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હતું. ઓપરેશન સિંદૂર બાદ તે ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની હરકત પર નજર જતા બીએસએફ જવાનોએ તેને રોકાવાનું કહ્યું, પણ તે રોકાયો ન્હતો. બાદમાં બીએસએફના જવાને તેને ગોળી મારી દીધી હતી. હાલની સ્થિતીએ ઘુસણખોરની ઓળખ થઈ શકી નથી. ઘુસણખોરનો મૃતદેહ ફિરોઝપુરની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ઘુસણખોરનો હેતુ શું હતો તે જાણવા માટે સુરક્ષા એજન્સીઓ પ્રયાસ કરી રહી છે. ઘટના બાદ BSF એ આ વિસ્તારમાં સતર્કતા વધારી દીધી છે.

શંકાસ્પદ હીલચાલ પર તેમની નજર ગઇ

આ ઘટના ફિરોઝપુરના મામદોટ સેક્ટરમાં લાખા સિંહ વાલા પોસ્ટ પાસે બની હતી. BSF ના જવાનો 7-8 મેની રાત્રે સવારે લગભગ 2:30 વાગ્યે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન શંકાસ્પદ હીલચાલ પર તેમની નજર ગઇ હતી. તેવામાં તેમણે એક વ્યક્તિને પાકિસ્તાની વિસ્તારમાંથી ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જોયો હતો. બાદમાં બીએસએફના જવાનોએ તેને રોકાવવા કહ્યું હતું, પણ તે વાત માન્યો ન્હતો. જે બાદ સૈનિકોએ તેને ગોળી મારી દીધી હતી. બાદમાં તેની શોધખોળ કરતા કંઈ ખાસ મળ્યું ન્હતું. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

Advertisement

તેણે અડધી બાંયનું બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હતું

સિવિલ હોસ્પિટલ ફિરોઝપુરના સીએમઓનું કહેવું છે કે, બીએસએફ આ મામલાની તપાસ કરી રહી છે, તેથી વધુ વિગતો જાહેર કરી શકાય તેમ નથી. પોલીસ સુત્રોનું કહેવું છે કે, ઘુસણખોરે કાળો સલવાર કમીઝ પહેર્યા હતા. તેણે અડધી બાંયનું બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હતું. જેકેટ ખૂબ જ ગંદુ હતું. તેના ગળામાં માળાની માળા પણ હતી. ઘુસણખોરના નખ વધારે પડતા વધી ગયા હતા અને તેનું શરીર નબળું લાગતું હતું.

Advertisement

આ પણ વાંચો --- India-Pakistan War : ભારતના હુમલા અંગે સૌથી મોટા સમાચાર, જાણો તેમના નામ અને ખાસ માહિતી

Tags :
Advertisement

.

×