Ambaji : IPL 2025 સેમી ફાઇનલ પહેલા પંજાબ ટીમની માલિક પ્રીતિ ઝિન્ટા માતાજીના શરણે
- Ipl 2025 સેમી ફાઇનલ પહેલા પંજાબ ટીમની માલિક માતાજીના શરણે
- બોલીવુડની જાણીતી અભિનેત્રી અને પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા અંબાજી પહોંચી
- અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા અને વિશ્વના સૌથી મોટા શ્રી યંત્ર પાસે પૂજા કરી
આવતીકાલે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા પંજાબ કિંગ્સ અને મુંબઈ વચ્ચે સેમી ફાઇનલ મેચ યોજાનાર છે, ત્યારે એક દિવસ અગાઉ પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા અંબાજી સાંજે 07:00 વાગે પહોંચી હતી અને અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં તેમણે માતાજીના દર્શન અને વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના દર્શન કર્યા હતા અને પૂજા પણ કરી હતી.Ipl 2025 સેમી ફાઇનલ પહેલા પંજાબ ટીમની માલિક માતાજીના શરણે પહોંચી હતી.
બોલીવુડની જાણીતી અભિનેત્રી અને પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા અંબાજી પહોંચીને માતાજીને પોતાની ટીમ જીતે તે માટે પ્રાર્થના કરી હતી. અગાઉ પણ મુંબઈ ઇન્ડિયન ના માલિક નીતા અંબાણી પણ અંબાજી દર્શન કરવા આવતા હતા. આજે પ્રિતી ઝિન્ટાએ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા અને વિશ્વના સૌથી મોટા શ્રી યંત્ર પાસે પૂજા કરી હતી.અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ માતાજીના મૂળસ્થાનક ગબ્બર ખાતે રાત્રિના સમયે gabbar ચાલતા પગપાળા પહોંચી હતી.ગબ્બર ટોચ પર પહોંચ્યા બાદ માતાજીની અખંડ જ્યોતના દર્શન કર્યા હતા. રાત્રિના સમયે ગબ્બર ખાતે Gisfs સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને તિલક લગાવવામાં આવ્યો હતો અને પાવડી વડે આશીર્વાદ આપવામાં આવ્યા હતા.પંજાબ કિંગ્સ ની માલિક પ્રીતિ ઝિન્ટા મુંબઈ સામેની મેચ પહેલા માતાજીના શરણે આવીને દર્શન કર્યા હતા.આવતીકાલે મુંબઈ અને પંજાબની સેમી ફાઇનલ મેચ રમાનાર છે.
અખંડ જ્યોત પાસે મોબાઈલ થી સેલ્ફી પણ લીધી
ગબ્બર માતાજીનું મૂળ સ્થાનક છે, અહીં ચાલતા જવાના 999 પગથિયાં છે અને ઉતારવાના 765 પગથિયાં છે. ગબ્બર ટોચ પર પહોંચ્યા બાદ પ્રીતિ ઝિન્ટા એ અખંડ જ્યોત સાથે સેલ્ફી લીધી હતી અને માતાજીના આશીર્વાદ લીધા હતા.
આ પણ વાંચોઃ Bharuch ના 56 ગામોમાં 7.30 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં તપાસની માંગ, વેરાવળની બે એજન્સીઓ સામે ફરિયાદ દાખલ
GISFS સિક્યુરિટી ગાર્ડ દ્વારા પ્રિટી ઝિન્ટાને કુમકુમ તિલક કરાયું
ગબ્બર ટોચ ખાતે પહોંચ્યા બાદ GISFS સિક્યુરિટી ગાર્ડ દ્વારા પ્રિટી ઝિન્ટાને કુમકુમ તિલક કરાયું હતુ અને માતાજીની પાવડી પણ માથે મૂકીને આશીર્વાદ આપ્યા હતા. અગાઉ માઉન્ટ આબુ ખાતે શૂટિંગ વખતે પ્રિતિ ઝિન્ટા અર્જુન રામપાલ સાથે ગબ્બર ખાતે માતાજીના આશીર્વાદ લેવા પણ ભૂતકાળમાં આવી હતી.
અહેવાલ : શક્તિસિંહ રાજપુત (અંબાજી)
આ પણ વાંચોઃ Surat માં બે માર્ગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો, વાનચાલકે પાંચ લોકોને લીધા અડફેટે