Navjot Kaur Sidhu: કોંગ્રેસે પાર્ટીમાંથી નવજોત કૌરને કેમ સસ્પેન્ડ કર્યા?, જાણો
- Panjab: નવજોત કૌર સિદ્ધુને પંજાબ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા
- આપ્યું હતુ પાર્ટી અંગે વિવાદાસ્પદ નિવેદન
- નિવેદન બાદ પંજાબનું રાજકીય વાતાવરણ ગરમાયું
- કૌરે સ્પષ્ટતા કરી કે તેમના શબ્દોનું ખોટું અર્થઘટન થયું
Panjab Congress suspends Navjot Kaur Sidhu: પંજાબ કોંગ્રેસ સમિતિના પ્રમુખે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવજોત કૌર સિદ્ધુ (Navjot Kaur Sidhu) ને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેતાં પંજાબ (Punjab Politics) ના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં નવજોત કૌર સિદ્ધુએ કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. જે બાદ પાર્ટીએ કડક ભગલા ભર્યા છે. તેમણે કહ્યું હતું કે જે કોઈ 500 કરોડ રૂપિયાની સૂટકેસ આપે છે તે મુખ્યમંત્રી બને છે. આ નિવેદનથી માત્ર કોંગ્રેસ પાર્ટી જ નહીં પરંતુ પંજાબમાં સમગ્ર રાજકીય વાતાવરણ ગરમાયું હતું. જેથી પાર્ટીએ આ ટિપ્પણીને અયોગ્ય માનીને તાત્કાલિક નવજોત કૌરને સસ્પેન્ડ કરી દીધા છે.
Navjot Kaur Sidhu નું નિવેદન વાયરલ થયું હતુ!
પ્રાપ્ત માહિતી અનુસાર હકીકતમાં નવજોત કૌરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ તેમના પતિ નવજોત સિંહ સિદ્ધુને પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરે છે, તો તેઓ સક્રિય રાજકારણમાં પાછા આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની પાસે કોઈપણ પક્ષને દાન આપવા માટે પૈસા નથી, પરંતુ તેઓ પંજાબને ફરીથી સુવર્ણ રાજ્ય બનાવી શકે છે. આ દરમિયાન તેમનું 500 કરોડનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતુ. તેમણે કહ્યું હતુ કે 'જે 500 કરોડ રૂપિયાની સૂટકેસ આપે છે તે મુખ્યમંત્રી બને છે.' કોંગ્રેસ હાઇકમાન્ડે આ નિવેદનને ગંભીરતાથી લીધું અને શિસ્તભંગ બદલ કાર્યવાહી કરી.
મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કરાયા: વિવાદ વધતાં સ્પષ્ટતા
જ્યારે આ નિવેદને રાજકીય તોફાન મચાવ્યું ત્યારે નવજોત કૌર સિદ્ધુએ સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણીઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે કોંગ્રેસ (Congress) પાર્ટીએ ક્યારેય તેમની પાસે કંઈ માંગ્યું નથી, કે તેમણે કોઈ પર આરોપ લગાવ્યો નથી. તેમણે કહ્યું કે તેઓ ફક્ત નવજોત સિદ્ધુ બીજા પક્ષમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શકે છે કે કેમ તે અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. કૌરનો દાવો છે કે તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે તેમની પાસે મુખ્યમંત્રી પદ માટે કોઈને ઓફર કરવા માટે પૈસા નથી.
Navjot Kaur Sidhu કોણ છે? તેમણે રાજકારણમાં ક્યારે પ્રવેશ કર્યો?
નવજોત કૌર સિદ્ધુ એક ડોક્ટર, સામાજિક કાર્યકર્તા અને જાણીતા રાજકીય વ્યક્તિત્વ છે. તેઓ 2012 માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ત્યારબાદ અમૃતસર પૂર્વના ધારાસભ્ય તરીકે સેવા આપી. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ તબીબી વ્યવસાયમાં સામેલ હતા, આરોગ્ય અને મહિલા અધિકારોના મુદ્દાઓ પર તેમની મજબૂત હાજરી બનાવી હતી. તેમના પતિ, નવજોત સિંહ સિદ્ધુ, ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબના ભૂતપૂર્વ મંત્રી સાથે, તેઓ સામાજિક મુદ્દાઓ પર સક્રિય રહે છે.
આ પણ વાંચોઃ UP Crime: બીજા લગ્ન કરી ભેજાબાજ મોહિની નણંદનાં બાળકને લઈ પહેલા પતિ સાથે ફરાર થઈ! પણ કેમ જાણો!