Puri Jagannath Rathyatra 2026 : જગન્નાથ પુરીના અકબંધ રહસ્યો, વિજ્ઞાન પણ જ્યાં લાચાર છે, તેવા અદભૂત ચમત્કારો
Puri Jagannath Rathyatra 2026 : ઓડિશાના દરિયાકાંઠે આવેલું જગન્નાથ મંદિર માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ તે રહસ્યોનો એક જીવંત ખજાનો છે. 16 જુલાઈ 2026ના રોજ યોજાનારી ભવ્ય રથયાત્રા પહેલા સમગ્ર વિશ્વની નજર આ પવિત્ર ધામ પર ટકેલી છે. આ મંદિર સાથે જોડાયેલા અનેક ચમત્કારો એવા છે જે આજે પણ આધુનિક વિજ્ઞાન માટે એક કોયડો બની રહ્યા છે.
Advertisement
Puri Jagannath Rathyatra 2026 : જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ લીમડાના લાકડામાંથી બનેલી છે અને તે હાથ-પગ વગરની અપૂર્ણ છે. પૌરાણિક કથા મુજબ, રાજા ઇન્દ્રદ્યુમ્ન દ્વારા નિયુક્ત શિલ્પી વિશ્વકર્માની શરત ભૂલથી તોડવામાં આવતા આ મૂર્તિઓ અપૂર્ણ રહી ગઈ હતી. પરંતુ આજે આ મૂર્તિઓ લાખો ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.

