ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારનારા રાજકોટના પુરુષોત્તમ પીપરિયા કોણ છે?

બાગેશ્વરધામના બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટ ખાતે આગામી તારીખ 1 અને 2 જૂને દિવ્ય દરબાર ભરવાના છે તેને લઈને વિરોધના સુર ઉઠી રહ્યાં છે. રાજકોટના પુરુષોત્તમ પિપરીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. જો ધીરેન્દ્ર શાસ્ત્રી...
04:42 PM May 16, 2023 IST | Viral Joshi
બાગેશ્વરધામના બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટ ખાતે આગામી તારીખ 1 અને 2 જૂને દિવ્ય દરબાર ભરવાના છે તેને લઈને વિરોધના સુર ઉઠી રહ્યાં છે. રાજકોટના પુરુષોત્તમ પિપરીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. જો ધીરેન્દ્ર શાસ્ત્રી...

બાગેશ્વરધામના બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટ ખાતે આગામી તારીખ 1 અને 2 જૂને દિવ્ય દરબાર ભરવાના છે તેને લઈને વિરોધના સુર ઉઠી રહ્યાં છે. રાજકોટના પુરુષોત્તમ પિપરીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. જો ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના પડકારને સાબિત કરશે અને રાષ્ટ્રહિતમાં કામ કરશે તો તેઓ તેમનું મંદિર બનાવી તેનો પ્રચાર કરશે.

કોણ છે પુરુષોત્તમ પીપરિયા
રાજકોટના સામાજીક અગ્રણી પુરુષોત્તમ પીપરિયા રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના સીઈઓ છે. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વિવિધ વિષયો પર પોતાનો મત રજુ કરતા રહે છે. આજે તેમણે બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. પુરુષોત્તમભાઈ પીપરિયા અગાઉ રાજકોટની વિરાણી સ્કુલના ગ્રાઉન્ડને ખાનગી માલિકીને વેચી દેવા મામલે વિદ્યાર્થીઓ માટે સ્કુલના ગ્રાઉન્ડને લઈને લડત લડી હતી. તેમનું માનવું હતું કે, આ ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ માટે રહેવું જોઈએ.

સાબિત કરશે તો તેની પુજા કરીશું. તેનું મંદિર કરીશું..
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, મેં જે પોસ્ટ મુકી છે તેમાં મેં એમ કહ્યું છે કે જે કોઈ બાબાઓ છે તેમને દેશા હિતમાં કામ કરવું જોઈએ. દેશમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે તે સહિતના ઘણાં મુદ્દાઓ છે તો તેઓ ત્રિકાળજ્ઞાની છે તેમને બધી ખબર પડી જાય છે તો તેમણે જાહેર કરવું જોઈએ કે આ તારીખના રોજ અહીં ડ્રગ્સ ઉતરવાનું છે. આ લાવવાના છે આ લોકોએ મંગાવેલું છે તેવું અગાઉથી જાહેર કરી દે અને પકડાય તો બરાબર છે આપણે તેમને માનીશુ આપણે તેની પુજા કરીશું. તેનું મંદિર કરીશું તેમનામાં આસ્થા રાખીશું પણ આવું તેમણે સાબિત કરવું જોઈએ મારી દ્રષ્ટિએ અન્યથા આપણી આવનારી પેઢીને અંધશ્રદ્ધમાં ધકેલવાના પ્રયાસને મારી દ્રષ્ટિએ વિરોધ કરવો જોઈએ એટલો મારો અંગત વિરોધ છે.

શું કહ્યું પુરુશોત્તમ પીપરિયાએ જુઓ Video...

આ પણ વાંચો : શંકરભાઈ ચૌધરી અને ગેનીબેન ઠાકોર એક ગાડીમાં, એક જ મંચ પર આવતા અનેક અટકળો

Tags :
BageswaradhamDhirendra ShastriPurushottam PipriyaRAJKOT
Next Article