Pushpa 2 માં અલ્લુ અર્જુને મહિલાઓ સુરક્ષા માટે પૂજાતી આ દેવીનું સ્વરુપ કર્યું ધારણ
- આ દેવી માટે લોકોમાં ખાસ માન્યતાઓ પણ રહેલી છે
- સૌથી વધુ દેવી ગંગમ્માની પૂજા અને આરાધના કરે છે
- આ દેવી મહિલાઓની સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે
Pushpa 2 Allu Arjun Look : Pushpa 2 ના મુખ્ય પાત્ર Allu Arjun અત્યારે સૌથી ચર્ચાનો વિષય છે. કારણ કે... Pushpa 2 આ 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મ Pushpa 2 ની છેલ્લા 2 વર્ષથી રાહ જોવામાં આવી રહી હતી. તો હવે, થોડા દિવસોમાં આ આતુરતાનો અંત આવશે અને પુષ્પારાજ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. પરંતુ ફિલ્મ Pushpa 2 સિનેમાઘરોમાં તોફાન કરે, તે પહેલા Allu Arjunનો લૂક સૌને ચોંકાવી રહ્યો છે. કારણ કે... પુષ્પારાજ આ વખતે એક અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે.
આ દેવી માટે લોકોમાં ખાસ માન્યતાઓ પણ રહેલી છે
ફિલ્મ Pushpa 2 ના ટ્રેલરમાં જે રીતે Allu Arjun નો સારીમાં લૂક બતાવવામાં આવ્યો હતો, તે એક દેવી સાથે સરખાવવામાં આવ્યો છે. જોકે સાઉથમાં આ દેવી માટે લોકોમાં અનેરી આસ્થા રહેલી છે. તે ઉપરાંત આ દેવી માટે લોકોમાં ખાસ માન્યતાઓ પણ રહેલી છે. ત્યારે Allu Arjunનો આ લૂક સૌથી વધુ સોશિયલ મીડિયા ઉપર અત્યાર વાયરલ થઈ રહ્યો છે. તે ઉપરાંત સાઉથ સાથે નોર્થમાં રહેતા લોકો પણ આ લૂકની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો: Samantha Ruth Prabhu ના પિતાનું થયું નિધન, અભિનેત્રીએ કહ્યું કે....
I thank each and everyone of you for the birthday wishes! My heart is full of gratitude. Please take this teaser as my way of saying thank you! https://t.co/fZQDGYNlWb#Pushpa2TheRule
— Allu Arjun (@alluarjun) April 8, 2024
સૌથી વધુ દેવી ગંગમ્માની પૂજા અને આરાધના કરે છે
તો દેવી ગંગમ્મા થલ્લીનો અવતાર Allu Arjun એ ફિલ્મ Pushpa 2 માં ધારણ કર્યો છે. તો સાઉથમાં લોકો માતા ગંગમ્માને ભગવાન વેંકટેશ્વર બાલાજીની બેન તરીકે ઓળખે છે અને તેની પૂજા કરે છે. તે ઉપરાંત ગંગમ્માને શાંતિ અને સુરક્ષાની દેવીનું પ્રતિક માનવામાં આવે છે. તે ઉપરાંત દેવી ગંગમ્મા મહિલાઓની સુરક્ષા માટે ઉત્તમ અવતાર માનવામાં આવ્યો છે. ત્યારે સાઉથમાં તિરુપતિમાં રહેતા લોકો સૌથી વધુ દેવી ગંગમ્માની પૂજા અને આરાધના કરે છે. તો તિરુપતિમાં દર વર્ષે ગંગમ્મા જતારા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. તો ઉત્સવમાં એક ખાસ યંત્રનો અવાજ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
આ દેવી મહિલાઓની સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે
Allu Arjun નો ગંગમ્મા થલ્લીનો દેખાવ આ તહેવાર અને દેવી ગંગમ્માની પૂજાથી સંપૂર્ણપણે પ્રેરિત છે. Allu Arjun નો નવો લુક દર્શકોમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાય છે કે આ દેવી મહિલાઓની સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે, એટલે જ ફિલ્મમાં Allu Arjun ને પણ આ જ રૂપમાં બતાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Salman Khan ના બર્થડે ઉપર ચાહકોને મળશે સૌથી મોટી ભેટ