Pushpa 2 એ 3 દિવસમાં બોક્સ ઑફિસના ઈતિહાસના પાના ફેરવી નાખ્યા
- Pushpa 2 એ વીકએન્ડમાં વધુ એક નવો Record બનાવ્યો
- પહેલા ત્રણ દિવસમાં 380 કરોડ રૂપિયાથી વધુની કમાણી
- ટૂંક સમયમાં 1000 કરોડ રૂપિયાના આંકડાને સુધી પહોંચશે
Pushpa 2 Box Office Collection : ફિલ્મ Pushpa 2 એ રિલીઝના પ્રથમ દિવસથી બોક્સ ઓફિસ પર દરેક સુપરહિટ અને હિટ ફિલ્મોના Record બ્રેક કરવાનું શરૂ કરી દીધું છે. જોકે ફિલ્મ Pushpa 2 એ પ્રથમ દિવસે 220 કરોડની કમાણી કરી હતી. જે ભારતીય ઈતિહાસમાં એક અગ્રીમ Record છે, કારણ કે... ભારતીય સિનેમામાં અત્યાર સુધી કોઈપણ ફિલ્મ આટલી કમાણી પ્રથમ દિવસે કરી નથી. પરંતુ જેમ દિવસ જાય છે, તેમ પુષ્પારાજ બોક્સ ઓફિસના દરેક રોકોર્ડ બ્રેક કરીને એક નવો રોકોર્ડ બનાવી રહ્યો છે.
Pushpa 2 એ વીકએન્ડમાં વધુ એક નવો Record બનાવ્યો
એક અહેવાલ અનુસાર, ફિલ્મ Pushpa 2 એ વીકએન્ડમાં વધુ એક નવો Record બનાવ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમના ચાહકોને માહિતી શેર કરી છે. ફિલ્મ Pushpa 2 એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાની કમાણી કરીને નવો Record બનાવ્યો છે. Mythri મૂવી મેકર્સે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જાહેરાત કરી છે કે Pushpa 2 અત્યાર સુધીમાં રૂ. 500 કરોડની કમાણી કરનાર સૌથી ઝડપી ભારતીય ફિલ્મ બની ગઈ છે.
આ પણ વાંચો: દિગ્ગજ ફિલ્મ નિર્માતા Subhash Ghai ની અચાનક તબિયત લથડી
પહેલા ત્રણ દિવસમાં 380 કરોડ રૂપિયાથી વધુની કમાણી
આ પહેલા રણબીર કપૂરની ફિલ્મ એનિમલના નામે આ Record હતો. એનિમલ એ માત્ર છ દિવસમાં વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જોકે, હવે Pushpa 2 એ તેને પછાડીને આ Record પોતાના નામે કરી લીધો છે. Pushpa 2 એ પહેલા જ દિવસે જોરદાર ઓપનિંગ લીધી હતી. ફિલ્મે પ્રથમ દિવસે કુલ રૂ. 164.25 કરોડની કુલ કમાણી કરી હતી. જે તેને ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની હતી. આ સિવાય ફિલ્મે ભારતમાં તેના પહેલા ત્રણ દિવસમાં 380 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.
ટૂંક સમયમાં 1000 કરોડ રૂપિયાના આંકડાને સુધી પહોંચશે
Pushpa 2 નું બજેટ લગભગ 500 કરોડ રૂપિયા હતું, પરંતુ હવે આ ફિલ્મે આ બજેટને પાર કરી લીધું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 1000 કરોડ રૂપિયાના આંકડાને સુધી પહોંચી શકે છે. Pushpa 2 ના નિર્દેશક સુકુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને પણ દર્શકોએ પહેલા ભાગની જેમ જ પસંદ કરી છે. ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસીલે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો: Allu Arjun બની જશે અત્યાર સુધીનો સૌથી વધુ નફરત કમાનાર વ્યક્તિ!