Pushpa 2: The Rule 2 ના નિર્માતાઓ માટે ખુશખબર, સેન્સર બોર્ડે પાસ કરી ફિલ્મ
- સીબીએફસીએ Film Pushpa 2 ને પાસ કરી
- આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરશે
- પુષ્પા 2 ની ટીમ હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત
Pushpa 2 Censor Certificate : Actor Allu Arjun આ વર્ષે સૌથી વધુ ચર્ચિત છે. કારણ કે... Actor Allu Arjun ની મોસ્ટ અવેટેડ Film Pushpa 2 સિનેમાઘરોમાં આવી રહી છે. Film Pushpa 2 ની છેલ્લા 2 વર્ષોથી ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે Film Pushpa 2 ની કાહાની અને શૂટિંગમાં ફેરફાર કરવાને લીધે ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો છે. તો હવે, 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં Film Pushpa 2 ની ધમાકેદાર એન્ટ્રી થવાની છે. જોકે Film Pushpa 2 નું એટવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે.
સીબીએફસીએ Film Pushpa 2 ને પાસ કરી
બીજી તરફ Film Pushpa 2 માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. ગત દિવસોમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે, Film Pushpa 2 ના નિર્મતાઓ દ્વારા ફિલ્મને સર્ટિફિરેટ માટે સેન્સર બોર્ડમાં સબિમિટ કરવામાં આવી હતી. તો સેન્સર બોર્ડ દ્વારા Film Pushpa 2 ને લીલી ઝંડિ બતાવવામાં આવી છે. એટલે કે સીબીએફસીએ Film Pushpa 2 ને પાસ કરી છે. ત્યારે Film Pushpa 2 ને સીબીએફસી તરફથી U/A પ્રમાણપત્ર મળ્યું છે. U/A પ્રમાણપત્રનો અર્થ એ છે કે તમામ ઉંમરના લોકો તે ફિલ્મ જોઈ શકે છે. જોકે 12 વર્ષથી નાના બાળકો આ ફિલ્મને માતાપિતા વિના થિયેટરમાં જોઈ શકશે નહીં.
આ પણ વાંચો: પુષ્પારાજના તૂફાનને જોઈ વિક્કી કૌશલે પીછેહઠ કરી, આ તારીખે રિલીઝ થશે છાવા
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરશે
પુષ્પા 2 ને સેન્સર બોર્ડ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. બે-ત્રણ જગ્યાએ માત્ર થોડાક શબ્દો મ્યૂટ કરવામાં આવ્યા છે. સેન્સર બોર્ડમાંથી પાસ થયા બાદ આ ફિલ્મ હવે રિલીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મના ક્રેઝને જોતા એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરશે. રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ પણ અલ્લુ અર્જુન સાથે ફરી એકવાર જોવા મળશે.
પુષ્પા 2 ની ટીમ હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત
પુષ્પાના પ્રથમ ભાગમાં સામંથા રૂથ પ્રભુ પણ જોવા મળી હતી. તે આ ગીતનો એક ભાગ હતી, પરંતુ આ વખતે ગીતમાં શ્રીલીલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના પુષ્પા 2 ની ટીમ સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ મેકર્સે પટના, ચેન્નાઈ અને કોચીમાં ઈવેન્ટ્સનું આયોજન કર્યું હતું. ત્રણેય જગ્યાએ ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો. મુંબઈ સહિત અન્ય કેટલાક શહેરોમાં ઈવેન્ટ્સ યોજાવા જઈ રહી છે.
આ પણ વાંચો: Bigg Boss 18 : નવા ટાઈમ ગોડે વિવિયન અને અવિનાશને કામે લગાડ્યા