Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુષ્પા ગર્લ રશ્મિકા મંદાના સાથે પોતાના જ વ્યક્તિએ કર્યો દગો, જાણો શું છે સમગ્ર ઘટના

રશ્મિકા મંદાના સાથે છેતરપિંડી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, લાંબા સમયથી રશ્મિકાના મેનેજર તરીકે કામ કરતાં શખ્સે તેની સાથે કથિત રીતે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. અહેવાલ અનુસાર આ મેનેજર તેની સાથે ખુબ લાંબા સમયથી...
પુષ્પા ગર્લ રશ્મિકા મંદાના સાથે પોતાના જ વ્યક્તિએ કર્યો દગો  જાણો શું છે સમગ્ર ઘટના
Advertisement

રશ્મિકા મંદાના સાથે છેતરપિંડી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, લાંબા સમયથી રશ્મિકાના મેનેજર તરીકે કામ કરતાં શખ્સે તેની સાથે કથિત રીતે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. અહેવાલ અનુસાર આ મેનેજર તેની સાથે ખુબ લાંબા સમયથી મેનેજર તરીકે હતો.

મેનેજર તરીકે રહ્યા બાદ તેણે રશ્મિકા સાથે છેતરપિંડી કરી હતી. અભિનેત્રી દ્વારા આ બાબતને છુપાવવામાં આવી હતી અને મેનેજર સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી ન હતી. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે અભિનેત્રીને આ છેતરપિંડી વિશે જાણ થઈ તો તેમણે મેનેજર સામે કોઈ લીગલ એક્શન લીધી નથી પરંતુ મેનજરને નોકરીમાંથી કાઢી નાંખ્યો છે. રશ્મિકા આ મુદ્દે ઉહાપોહ થાય તેવું નહોતી ઈચ્છતી એટલે જ તેણે મેનેજરને કાઢી મૂકીને આ મામલો નિપટાવી દીધો છે."

Advertisement

રશ્મિકા મંદાનાની વાત કરીએ તો આ દિવસોમાં તે રણબીર કપૂર સાથે તેની આગામી ફિલ્મ `એનિમલ`ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મના અભિનેતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું અને પ્રી-ટીઝરે રિલીઝ સાથે ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. ઉપરાંત, તે એક જ તારીખે રિલીઝ થનારી બે મોટી ફિલ્મો `ગદર 2` અને `OMG 2` સાથે ટકરાશે.

Advertisement

થોડા મહિના પહેલા જ એક ફેને ટ્વિટર પર રશ્મિકાને વિનંતી કરી હતી કે, તે શ્રીવલ્લીના પોતાના પાત્રને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવે. ફેનના ટ્વિટ પર જવાબ આપતાં તેણે લખ્યું હતું કે, તેને પણ આશા છે કે તેનું પાત્ર મજબૂત હશે. ફિલ્મનો પહેલો ભાગ તેલુગુમાં શૂટ કરવામાં આવ્યો હતો. બાદમાં ડબ કરીને હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરાઈ હતી. અલ્લુ અર્જુનની પહેલી ફિલ્મ હતી જે એકસાથે પાંચ ભાષામાં રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો : Adipurush ના વિવાદાસ્પદ ડાયલોગ્સ બદલવામાં આવશે, ગાળો ખાધા બાદ રાઈટરને ભાન આવ્યું

Tags :
Advertisement

.

×