અઝરબૈજાન વિમાન દુર્ઘટનામાં રશિયાએ માંગી માફી, પુતિને સ્વીકાર્યું મિસાઇલના કારણે દુર્ઘટના સર્જાઇ
- પુતિને AzerbaijanPlaneCrash માં ભૂલ સ્વીકારી
- વિમાન દુર્ઘટનામાં 38 મોત માટે વળતર ચૂકવવા તૈયાર
- રશિયાએ યુક્રેનિયન ડ્રોનને નષ્ટ કરવા માટે મિસાઇલો છોડી હતી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) ગુરુવારે પ્રથમ વખત 2024 માં થયેલી અઝરબૈજાની પેસેન્જર વિમાન દુર્ઘટના (azerbaijan-planecrash)માં રશિયાની ભૂમિકા સ્વીકારી છે. જોકે તેમણે આ ઘટનાને એક દુર્ઘટના ગણાવી છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથેની મુલાકાતમાં પુતિને જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા હતા.
પુતિને AzerbaijanPlaneCrash માં ભૂલ સ્વીકારી
પુતિને સ્પષ્ટતા કરી કે દુર્ઘટનાની સવારે રશિયાએ યુક્રેનિયન ડ્રોનને નષ્ટ કરવા માટે મિસાઇલો છોડી હતી. તેમણે કહ્યું કે આ મિસાઇલો વિમાનથી "થોડા મીટર" દૂર વિસ્ફોટ થઈ હતી. જોકે, પુતિને દાવો કર્યો કે છોડવામાં આવેલી બે મિસાઇલો સીધી વિમાન પર પડી ન હતી. જો આમ થયું હોત, તો વિમાન ત્યાં જ ક્રેશ થઈ ગયું હોત.આ અગાઉ, અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે રશિયા પર ક્રેશનું સાચું કારણ છુપાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. રશિયાની એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ શરૂઆતમાં એવું નિવેદન આપ્યું હતું કે એમ્બ્રેર 190 વિમાનને પક્ષી અથડાયા બાદ રૂટ બદલવાની ફરજ પડી હતી.
પુતિને AzerbaijanPlaneCrash માં માફી માંગી
પુતિને દુર્ઘટના માટે કોઈ સીધી જવાબદારી લીધી ન હતી, પરંતુ તેમણે આ દુ:ખદ કેસમાં વળતર આપવા માટે તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે આ ઘટનામાં સામેલ તમામ અધિકારીઓની કાર્યવાહીનું કાયદેસર મૂલ્યાંકન કરવામાં આવશે.રશિયન રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે રશિયન એર ટ્રાફિક કંટ્રોલર્સે પાઇલટને રશિયન શહેર મખાચકલામાં ઉતરાણ કરવાની સલાહ આપી હતી, પરંતુ પાઇલટે તેના ગૃહ એરપોર્ટ પર અને પછી કઝાકિસ્તાનમાં ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો, જ્યાં અંતે વિમાન ક્રેશ થયું હતું. આ સમગ્ર મામલે પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની માફી માંગી હતી.
આ પણ વાંચો: હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોરકાઈને સાહિત્યમાં નોબલ પુરસ્કાર એનાયત કરાયો