ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jagannath Temple માં 15 સપ્ટેમ્બરથી કતારમાં દર્શન સુવિધાની કરાશે શરુઆત,ભક્તોને મળશે રાહત

Jagannath Templeમાં 15 સપ્ટેમ્બરથી કતારમાં દર્શનની સુવિધા શરૂ થવા જઈ રહી છે, જેનાથી દર્શન વધુ વ્યવસ્થિત અને સરળ બનશે
05:13 PM Aug 29, 2025 IST | Mustak Malek
Jagannath Templeમાં 15 સપ્ટેમ્બરથી કતારમાં દર્શનની સુવિધા શરૂ થવા જઈ રહી છે, જેનાથી દર્શન વધુ વ્યવસ્થિત અને સરળ બનશે
Jagannath Temple

પુરીના જગન્નાથ ધામની મુલાકાત લેનારા ભક્તો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે.જગન્નાથ મંદિરમાં 15 સપ્ટેમ્બરથી કતારમાં દર્શનની સુવિધા શરૂ થવા જઈ રહી છે, જેનાથી દર્શન વધુ વ્યવસ્થિત અને સરળ બનશે. આ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.

Jagannath Temple માં કતારમાં દર્શનની કરાશે સુવિધા

નોંધનીય છે કે શ્રીમંદિર વ્યવસ્થાપન સમિતિની બેઠક ૩ સપ્ટેમ્બરે યોજાશે, જેમાં આ નવી વ્યવસ્થા લાગુ કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. બેઠકમાં ભક્તોના વ્યવસ્થિત પ્રવેશ, દાનપેટીનું સ્થળાંતર અને રત્ન ભંડાર (મંદિરનો ખજાનો) ની યાદી તથા ચકાસણી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.ખાસ તો જગન્નાથ મંદિરમાં 15 સપ્ટેમ્બરથી કતારમાં દર્શનની સુવિધા શરૂ કરાશે

Jagannath Temple ની નવી સમિતિ 3 સપ્ટેમ્બરે બેઠક યોજાશે

ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદે જણાવ્યું કે, નવનિયુક્ત વ્યવસ્થાપન સમિતિની પ્રથમ બેઠક ૩ સપ્ટેમ્બરે યોજાશે. કતારમાં દર્શન માટેની તમામ મૂળભૂત તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, અને દાનપેટીનું સ્થળાંતર થતાં જ આ સુવિધા શરૂ કરવામાં આવશે. રત્ન ભંડારની કિંમતી ઝવેરાત અને વારસાની યાદી તથા ચકાસણી અંગે પૂછવામાં આવતા મંત્રીએ જણાવ્યું કે, આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.આ નવી વ્યવસ્થાથી ભક્તોને મંદિરમાં દર્શન માટે વધુ સુવિધા અને સરળતા મળશે, જે શ્રી જગન્નાથ ધામની યાત્રાને વધુ યાદગાર બનાવશે.

આ પણ વાંચો:   બરેલી જમાતના મૌલાના Shahabuddin Razvi એ RSSના અધ્યક્ષ મોહન ભાગવતના કર્યા વખાણ

Tags :
Darshan Queue SystemDevoteesGujarat FirstJagannath templeJagannath Temple newsOdishaPuriTemple Management
Next Article