ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Prabhas ની રૂ. 400 કરોડમાં બની રહેલી ફિલ્મમાં આ દિગ્ગજ અભિનેતા પણ હશે

આગામી દિવસોમાં એક હોરર-કોમેડિ ફિલ્મ આવી રહી છે ટી-સિરીઝએ ફિલ્મ નિર્માતાઓને 25 કરોડ રૂપિયા આપ્યા The Raja Saab ને 10 એપ્રિલ 2025 માં રિલીઝ કરશે Prabhas The Raja Saab : Actor Prabhas એ છેલ્લા ઘણા વર્ષોથી એક સફળ અભિનેતા...
05:27 PM Oct 22, 2024 IST | Aviraj Bagda
આગામી દિવસોમાં એક હોરર-કોમેડિ ફિલ્મ આવી રહી છે ટી-સિરીઝએ ફિલ્મ નિર્માતાઓને 25 કરોડ રૂપિયા આપ્યા The Raja Saab ને 10 એપ્રિલ 2025 માં રિલીઝ કરશે Prabhas The Raja Saab : Actor Prabhas એ છેલ્લા ઘણા વર્ષોથી એક સફળ અભિનેતા...
Prabhas The Raja Saab

Prabhas The Raja Saab : Actor Prabhas એ છેલ્લા ઘણા વર્ષોથી એક સફળ અભિનેતા તરીકે કામ કરી રહ્યા છે. તે ઉપરાંત Prabhas ની ફિલ્મોની ચર્ચા વિદેશ સુધી જોવા મળે છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ Kalki 2898 AD ની પ્રથમ ઝલક પણ હોલિવૂડના એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હાઉસ સાથે મળીને જાહેર કરવામાં આવી હતી. જોકે Actor Prabhas ની ખાસ વાત એ છે કે, તેઓ વિવિધ પ્રકારના કિરદારમાં જોવા મળે છે. પરંતુ તેઓ જે કોઈપણ કિરદારમાં પોતાને ઢાળે છે, તે લોકપ્રિય બની જાય છે.

આગામી દિવસોમાં એક હોરર-કોમેડિ ફિલ્મ આવી રહી છે

Actor Prabhas ની આગામી દિવસોમાં એક હોરર-કોમેડિ ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મની પ્રથમ ઝલક પણ સામે આવી ગઈ છે. તેની સાથે આ ફિલ્મમાં Actor Prabhas સાથે અન્ય કોઈ જોવા મળી શકે છે, તેની પણ માહિતી સામે આવી છે. ત્યારે આ ફિલ્મનું નામ The Raja Saab છે. The Raja Saab માં પ્રભાસ સાથે નિધિ અગ્રવાલ અને માલવિકા મોહનન મુખ્ય ભૂમિકામાં છે. તો આ ફિલ્મ The Raja Saab માં આ કલાકારો સાથે વધુ એક દિગ્ગજ કલાકાર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: થિયેટરમાં સંગીત કરતા વધારે બૂમો સંભળાશે, જ્યારે શારહરૂખ અને NTR સાથે આવશે

ટી-સિરીઝએ ફિલ્મ નિર્માતાઓને 25 કરોડ રૂપિયા આપ્યા

ફિલ્મ The Raja Saab નું 400 કરોડ રૂપિયા બજેટ નક્કી કરાયું છે. ત્યારે ફિલ્મ The Raja Saab ના મ્યૂઝિક રાઈટ્સ વહેંચાઈ ચૂક્યા છે. તેને ટી-સિરીઝ દ્વારા ખરીદવામાં આવ્યા છે. ટી-સિરીઝએ ફિલ્મ નિર્માતાઓને 25 કરોડ રૂપિયા આપ્યા છે. જોકે The Raja Saab એ એક ખાસ અને પ્રથમ હોરર-કોમેડિવાળી પૈન ઈન્ડિયા ફિલ્મ છે. તે ઉપરાંત The Raja Saab ને વિવિધ ભાષાઓમાં રિલીઝ કરાશે.

The Raja Saab ને 10 એપ્રિલ 2025 માં રિલીઝ કરશે

The Raja Saab માં સંજ્ય દત્ત પણ થોડા કલાકો માટે એક ખાસ કિરદારમાં જોવા મળી શકે છે. જોકે સંજ્ય દત્તના કિરદારને લઈ હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. આ ફિલ્મ The Raja Saab ને 10 એપ્રિલ 2025 માં રિલીઝ કરશે. તે ઉપરાંત આગામી દિવસોમાં પ્રભાસનો જન્મદિવસ પણ આવી રહ્યો છે. ત્યારે જોવા મળી શકે છે, The Raja Saab ને લઈ કોઈ ખાસ માહિતી સામે આવે છે કે નહીં.

આ પણ વાંચો: Viral Video : શું ખરેખર સલમાન ખાને બિશ્નોઇને ધમકી આપી? જાણો વીડિયોની હકીકત

Tags :
first lookGujarat FirstMalavika MohananMaruthiNidhhi AgerwalPeople Media FactoryPrabhasprabhas birthdayprabhas film the raja saabprabhas in horror comedyPrabhas The Raja Saabprabhas upcoming moviesThe Raja Saabthe raja saab new posterthe raja saab release datethe raja saab sanjay dutt
Next Article