ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Congress: રાહુલ ગાંધી ખેતરમાં પહોંચ્યા અને ટ્રેકટર ચલાવ્યું...!

કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સવારના પહોરમાં જ  દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા.  જ્યારે તે હરિયાણાના સોનીપત પહોંચ્યા ત્યારે તે અચાનક થોભી ગયા હતા અને કારમાંથી ઉતરીને નજીકના ખેતરોમાં પહોંચ્યા હતા.  રાહુલ ગાંધીએ પ્રથમ ટ્રેક્ટરથી ખેતર...
10:23 AM Jul 08, 2023 IST | Vipul Pandya
કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સવારના પહોરમાં જ  દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા.  જ્યારે તે હરિયાણાના સોનીપત પહોંચ્યા ત્યારે તે અચાનક થોભી ગયા હતા અને કારમાંથી ઉતરીને નજીકના ખેતરોમાં પહોંચ્યા હતા.  રાહુલ ગાંધીએ પ્રથમ ટ્રેક્ટરથી ખેતર...
કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સવારના પહોરમાં જ  દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા.  જ્યારે તે હરિયાણાના સોનીપત પહોંચ્યા ત્યારે તે અચાનક થોભી ગયા હતા અને કારમાંથી ઉતરીને નજીકના ખેતરોમાં પહોંચ્યા હતા.  રાહુલ ગાંધીએ પ્રથમ ટ્રેક્ટરથી ખેતર ખેડ્યું. આ પછી તેમણે ખેડૂતો સાથે મળીને ડાંગરનું વાવેતર કર્યું. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે પણ વાત કરી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો.

 હાલમાં જ ટ્રક ડ્રાઈવરો સાથે મુસાફરી કરી હતી
તમને જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ તાજેતરના મહિનાઓમાં ઘણી વખત અચાનક કેટલીક જગ્યાઓની મુલાકાત લીધી છે. હાલમાં જ તે ટ્રક ડ્રાઈવરો સાથે મુસાફરી કરતો જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે તેમની સાથે વાત પણ કરી હતી.
દિલ્હી યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ ગયા હતા
આ સિવાય રાહુલ ગાંધી થોડા સમય પહેલા દિલ્હી યુનિવર્સિટીની હોસ્ટેલમાં પહોંચ્યા હતા. તે દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં યુપીએસસીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા.
આ પણ વાંચો---WEST BENGAL માં પંચાયતી ચૂંટણીમાં હિંસા, 5ના મોત 
Tags :
Congressfarmerrahul-gandhisonipat
Next Article