Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાહુલ ગાંધીના 'સરેન્ડર' નિવેદન મામલે શશિ થરૂરની એન્ટ્રી, કહ્યું- 'ત્રીજા પક્ષની કોઇ જરૂર નથી'

SHASHI THAROOR : અમને અમેરિકાના રાષ્ટ્રપતિ પર વિશ્વાસ છે, છીએ કે, અમે કોઈને મધ્યસ્થી કરવા કહ્યું નથી - કોંગ્રેસ સાંસદ થરૂર
રાહુલ ગાંધીના  સરેન્ડર  નિવેદન મામલે શશિ થરૂરની એન્ટ્રી  કહ્યું   ત્રીજા પક્ષની કોઇ જરૂર નથી
Advertisement
  • રાહુલ ગાંધીના નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછોડાયો
  • વિવાદીત નિવેદન મામલે શશી થરૂરને અમેરિકામાં સવાલો પુછાયા
  • શશિ થરૂરે ત્રીજા પક્ષની દરમિયાનગીરીને સાફ શબ્દોમાં નકારી કાઢી

SHASHI THAROOR : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (RAHUL GANDHI) દ્વારા પીએમ મોદી (PM NARENDRA MODI) પર કરવામાં આવેલા 'સરેન્ડર' ના (SURRENDER STATEMENT CONTROVERSY) નિવેદન પર સતત ચર્ચા ચાલી રહી છે. હવે આ નિવેદન પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂર (CONGRESS MP SHASHI THAROOR) ની એન્ટ્રી થઈ છે. શશી થરૂર ઓપરેશન સિંદૂર પર ભારતના પાકિસ્તાન વિરૂદ્ધના આઉટરીચ મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે. શશિ થરૂરની ટીમ હાલમાં અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં છે.

પીએમ મોદીએ ટ્રમ્પ સમક્ષ સરેન્ડર કરી લીધું છે ?

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શશિ થરૂરે રાહુલ ગાંધીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરને પત્રકારે પૂછ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના કથિત મધ્યસ્થી પ્રયાસોનો મુદ્દો સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર તમારી પાર્ટી સતત પ્રશ્નો પૂછી રહી છે. ગઈકાલે જ, તમારા પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદીએ ટ્રમ્પ સમક્ષ સરેન્ડર કરી લીધું છે ?

Advertisement

અમે કોઈને મધ્યસ્થી કરવા કહ્યું નથી

જેના જવાબમાં શશિ થરૂરે કહ્યું કે, અમને અમેરિકાના રાષ્ટ્રપતિ પર વિશ્વાસ છે, અમે અમેરિકાના રાષ્ટ્રપતિનો આદર કરીએ છીએ, અમે અમારા વિશે કહી શકીએ છીએ કે, અમે કોઈને મધ્યસ્થી કરવા કહ્યું નથી.

Advertisement

તેમની જ ભાષા બોલવામાં કોઈ સમસ્યા નથી

ઓપરેશન સિંદૂર પર અમેરિકામાં ભારતના આઉટરીચ મિશનનું નેતૃત્વ કરી રહેલા શશી થરૂરે આ મુદ્દા પર ભારતનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું, "જેમ મેં કહ્યું, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદની ભાષાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે, ત્યાં સુધી અમને પાકિસ્તાનીઓ સાથે તેમની જ ભાષા બોલવામાં કોઈ સમસ્યા નથી. આ માટે ત્રીજા પક્ષની કોઈ જરૂર નથી..."

અમે ચોક્કસપણે વાત કરવા તૈયાર છીએ

થરૂરે ઉમેર્યું કે, "બીજી બાજુ, જો તેઓ આતંકવાદના માળખાને તોડી પાડવા માંગતા હોય, તો અમે તેમની સાથે વાત કરી શકીએ છીએ, જો તેઓ ગંભીર પગલાં લે અને બતાવે કે પાકિસ્તાન ભારત સાથે સામાન્ય સંબંધો રાખવા માંગે છે, તો અમે ચોક્કસપણે વાત કરવા તૈયાર છીએ, અને આ માટે અમને કોઈ મધ્યસ્થીની જરૂર નથી"

તેમના તરફથી મોટી પહેલ હતી

તેમણે કહ્યું કે, કોઈ પણ સંજોગોમાં ભારતને રોકવા માટે મનાવવાની જરૂર નથી. કોઈએ અમને રોકવાનું કહેવાની જરૂર નહોતી કારણ કે અમે તેમને કહી રહ્યા હતા કે પાકિસ્તાન અટકે એટલે અમે રોકાઇ જવા માટે તૈયાર છીએ. તેમણે એવું જ કર્યું. અને આ તેમના તરફથી મોટી પહેલ હતી.

સંબંધોને જોખમમાં મૂકવા માંગતા નથી

કોંગ્રેસના સાંસદે કહ્યું કે, ભારતે જે કંઈ કહ્યું તે સકારાત્મક વિચારસરણી સાથે હતું. અમને અમેરિકા માટે ખૂબ આદર છે, અમારી અમેરિકા સાથે ઘણી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારી છે. એક મુદ્દા પર થયેલી ચર્ચાને લઇને અમે આ સંબંધોને જોખમમાં મૂકવા માંગતા નથી.

રાહુલ ગાંધીનું શું નિવેદન હતું?

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી 3 જૂને મધ્યપ્રદેશમાં હતા. ત્યાં પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, 'હું ભાજપ અને આરએસએસના લોકોને ખૂબ સારી રીતે ઓળખી ગયો છું.' જો તમે તેમને થોડું દબાવો છો, તો તેઓ ડરી જાય છે અને ભાગી જાય છે. રાહુલે આગળ કહ્યું, "ટ્રમ્પે ત્યાંથી ફોન કર્યો અને ઈશારો કર્યો, મોદીજી તમે શું કરી રહ્યા છો ? નરેન્દ્ર, સરેન્ડર અને તેમણે 'હા સાહેબ' કહીને, તેમણે ટ્રમ્પના ઈશારાનું પાલન કર્યું."

આ પણ વાંચો ---- રાષ્ટ્રીય સુરક્ષાના નામે ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, હવે આ 12 દેશના નાગરિકો નહીં જઇ શકે અમેરિકા

Tags :
Advertisement

.

×