Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભ્રષ્ટાચાર મુદ્દે રાહુલ ગાંધીનો ભાજપ પર શાંબ્દિક પ્રહાર, PM પર કર્યો કટાક્ષ

કર્ણાટકમાં 10 મે ના રોજ વિધાનસભાની ચૂંટણી છે તે પહેલા તમામ પાર્ટીઓ અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ પ્રચારના અંતિમ તબક્કામાં પૂરુ જોર અપનાવી રહ્યા છે. આરોપ-પ્રત્યારોપનો દૌર સતત ચાલુ છે ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ભ્રષ્ટાચારના મુદ્દે...
ભ્રષ્ટાચાર મુદ્દે રાહુલ ગાંધીનો ભાજપ પર શાંબ્દિક પ્રહાર  pm પર કર્યો કટાક્ષ
Advertisement

કર્ણાટકમાં 10 મે ના રોજ વિધાનસભાની ચૂંટણી છે તે પહેલા તમામ પાર્ટીઓ અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ પ્રચારના અંતિમ તબક્કામાં પૂરુ જોર અપનાવી રહ્યા છે. આરોપ-પ્રત્યારોપનો દૌર સતત ચાલુ છે ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપને ઘેરવાનું કામ કર્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. કર્ણાટકમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, નફરતની રાજનીતિને કારણે આજે મણિપુર સળગી રહ્યું છે. આવા ઘણા આરોપો લગાવતા રાહુલ ગાંધીએ જાણો શું કહ્યું આગળ....

ભાજપે કર્ણાટકમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું : રાહુલ ગાંધી

Advertisement

કર્ણાટકમાં ચૂંટણી આગામી અઠવાડિયે યોજાશે તે પહેલા આવતી કાલે પ્રચારનો અંતિમ તબક્કો છે તે પહેલા તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પોતાની તાકાત બતાવી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ રાજ્યમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપને ઘેરતા કહ્યું કે, ભાજપના એક ધારાસભ્ય કહે છે કે મુખ્યમંત્રીની ખુરશી પણ ખરીદી શકાય છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કહ્યું કે, અહીં 6 વર્ષનો બાળક પણ જાણશે કે ભાજપે કર્ણાટકમાં ભ્રષ્ટાચારને કેવી રીતે પ્રોત્સાહન આપ્યું. વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું, “વડાપ્રધાન, કહો કે કયા એન્જિનને કેટલું મળ્યું. કર્ણાટકમાં આવીને વડાપ્રધાન કહે છે કે કોંગ્રેસે તેમની સાથે 91 વખત દુર્વ્યવહાર કર્યો. જ્યારે મેં તમને લોકસભામાં આ પ્રશ્ન પૂછ્યો કે તમારી અને ગૌતમ અદાણી વચ્ચે શું સંબંધ છે, મેં તમને ભ્રષ્ટાચાર પર પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે મને લોકસભામાંથી જ ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

Advertisement

મણિપુર હિંસા પર રાહુલે શું કહ્યું?

કર્ણાટક ચૂંટણીમાં તમામ પાર્ટીઓ પૂરુ જોર આપી રહી છે. પ્રચાર આવતી કાલે શાંત થશે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ભાજપ પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે. વળી તેમણે તેમની જાહેરસભામાં મણિપુર હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મણિપુરમાં આગ લાગી છે, લોકો માર્યા જાય છે, પરંતુ વડાપ્રધાન અને ગૃહમંત્રીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. નફરતની રાજનીતિને કારણે આજે મણિપુર સળગી રહ્યું છે. આ નફરતની રાજનીતિ સામે અમે 'ભારત જોડો યાત્રા' શરૂ કરી હતી અને આ અમારી વિચારધારા છે. તેમણે કહ્યું કે અમારા રોડ શોમાં તમામ નેતાઓ એકસાથે ઉભા જોવા મળે છે, જ્યારે મોદીજીના રોડ શોમાં બોમાઈ જી, યેદિયુરપ્પા જી કારની બહાર જ રહે છે. મોદીજી કારમાં ચાલે છે, અન્ય નેતાઓ રસ્તા પર ચાલે છે.

મોદી સરનેમ પર ટિપ્પણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી પર ગુનાહિત માનહાનિના કેસમાં રાહત મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી છે. વળી આ સજા સંભળાવ્યા બાદથી રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. તેટલું જ નહીં તેમનું સરકારી મકાન પણ ખાલી કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - બજરંગદળ પર પ્રતિબંધનો વાયદો ખડગેને પડ્યો ભારે, મળી 100 કરોડની લીગલ નોટિસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×