ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rahul Gandhi નો રજવાડા પર બફાટ, ગુજરાતની રાજનીતિમાં જામ્યું ઘમાસાણ

Rahul Gandhi Controversy : રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીના રાજા રજવાડાના ઉપર વિવાદિત નિવેદન બાદ હવે ભાજપ અને કોંગ્રેસના એકબીજા ઉપર વાર પાલટવારનો સિલસિલો શરૂ થઈ ગયો છે. રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય...
12:42 PM Apr 28, 2024 IST | Harsh Bhatt
Rahul Gandhi Controversy : રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીના રાજા રજવાડાના ઉપર વિવાદિત નિવેદન બાદ હવે ભાજપ અને કોંગ્રેસના એકબીજા ઉપર વાર પાલટવારનો સિલસિલો શરૂ થઈ ગયો છે. રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય...

Rahul Gandhi Controversy : રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીના રાજા રજવાડાના ઉપર વિવાદિત નિવેદન બાદ હવે ભાજપ અને કોંગ્રેસના એકબીજા ઉપર વાર પાલટવારનો સિલસિલો શરૂ થઈ ગયો છે. રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ પણ હવે મેદાને આવતો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીના આ નિવેદન અંગે પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સઘવી અને ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. ત્યારે હવે રાહુલના નિવેદનને લઈ ભાજપ પર શક્તિસિંહ ગોહિલના વાર જોવા મળ્યા હતા, તો સામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ કોંગ્રેસ ઉપર પલટવાર કર્યા હતા, ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..

રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર પ્રહાર કર્યા

રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપ ઉપર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે, જે નથી થઈ તે વાતને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સમાજ ભોળો જરૂર છે પણ મૂર્ખ નથી. તેમણે આ બાબતે વધુ ઉમેર્યું હતું કે, આ એજ કોંગ્રેસ છે જેને એકતા જાળવી રાખવાનું કામ કર્યુ છે, જ્યારે  અંગ્રેજો ભાગલા થાય તેવું ઈચ્છતા હતા.

સામે ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રમુખ સી આર પાટીલનો પલટવાર

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આ નિવેદન મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રમુખ સી આર પાટીલે વળતો પ્રહાર કર્યો છે. સી આર પાટીલના આ વળતા પ્રહાર બાદ હવે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે અને હવે ભાજપ અને કોંગ્રેસનીં વચ્ચે એકબીજા પર વાર પલટવારનો દોર શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રમુખ સી આર પાટીલે પોતે વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ દ્વારા અસમંજસની સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પોતાનું પાપ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.

શક્તિસિંહ ગોહિલે કરેલી વાત તદ્દન ખોટી છે - ભાજપ પ્રદેશ પ્રમુખ

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શક્તિસિંહ ગોહિલે કરેલી વાત તદ્દન ખોટી છે. આંચકી લેવાની માનસિકતા તો કોંગ્રેસની છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા ન હોવાથી કોંગ્રેસ દ્વારા મુદ્દા ભટકાવવામાં આવી રહ્યા છે. તેમણે પ્રિયંકા ગાંધી ઉપર પણ વાત કરતાં કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધી દ્વારા ગત રોજ આદિવાસીઓને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. કોંગ્રેસની માનસિકતા અલગ છે. સી આર પાટીલે વધુમાં આ બાબતે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીએ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ અવસાન પામે તો તેની સંપત્તિ લઈ અન્યને વહેંચી દેવામાં આવશે, આ દેશમાં સૌથી પહેલો અધિકાર લઘુમતી કોમનો છે. પરંતુ પ્રધાનમંત્રીનું કહેવું છે કે, દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર ગરીબોનો છે. ત્યારે હવે રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજાના સામે સામે આવી ચૂકી છે અને એકબીજા ઉપર વાક પ્રહારનો દોર શરૂ થઈ ગયો છે.

શું હતું રાહુલ ગાંધીનું નિવેદન

રાહુલ ગાંધીએ ( Rahul Gandhi  ) પોતાના ચૂંટણીલક્ષી ભાષણમાં કહ્યું કે, ‘પહેલા દેશમાં રાજા-મહારાજાઓનું રાજ હતું. તેઓ જે મનમાં આવે તેમ કરતા હતા. જો કોઈની જમીનની જરૂર હોય તો તે બળજબરીથી લઈ લેતા હતા.’ તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફેસાયો છે. આ નિવેદન બાબતે રાજપૂત સમાજનું કહેવું છે કે, ‘શું રાહુલ ગાંધી પહેલાના રાજાઓને તાનાશાહ માને છે? રાજપૂત સમાજના રાજાઓએ હંમેશા પોતાની પ્રજાના હિતમાં કાર્યો કર્યા છે. તેમની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન પણ આપ્યું છે. તેવામાં રાહુલ ગાંધીનું આ નિવેદન નિંદનીય છે.’

આ પણ વાંચો : Rahul Gandhi: મોટા વિવાદના એંધાણ; રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિયાણીઓએ ઠાલવ્યો રોષ, જાણો શું કહ્યું?

Tags :
ahmedabad loksabhaBJPC.R.PatilCongresscongress vs bjpcontroversialHarsh SanghviLokSabhaloksabha 2024pm modiRahul Gandhi ControversyRahul Gandhi Statementrahul-gandhiRajput SamajShaktisinh Gohil
Next Article