ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોદી સરનેમ મામલે રાહુલ ગાંધીની વધી મુશ્કેલી, હવે આ કોર્ટે આપ્યો ઝટકો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુસિબત ઓછી થવાની જગ્યાએ સતત વધી રહી છે. એકવાર ફરી મોદી સરનેમ મુદ્દે રાહુલની મુશ્કેલી વધી છે. આજે રાંચીની MP/MLA કોર્ટે 'મોદી સરનેમ મેટર' સંબંધિત તેમની એક અરજી ફગાવી દીધી છે. જણાવી દઇએ કે, રાહુલ...
06:04 PM May 03, 2023 IST | Hardik Shah
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુસિબત ઓછી થવાની જગ્યાએ સતત વધી રહી છે. એકવાર ફરી મોદી સરનેમ મુદ્દે રાહુલની મુશ્કેલી વધી છે. આજે રાંચીની MP/MLA કોર્ટે 'મોદી સરનેમ મેટર' સંબંધિત તેમની એક અરજી ફગાવી દીધી છે. જણાવી દઇએ કે, રાહુલ...

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુસિબત ઓછી થવાની જગ્યાએ સતત વધી રહી છે. એકવાર ફરી મોદી સરનેમ મુદ્દે રાહુલની મુશ્કેલી વધી છે. આજે રાંચીની MP/MLA કોર્ટે 'મોદી સરનેમ મેટર' સંબંધિત તેમની એક અરજી ફગાવી દીધી છે. જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ રાંચીની MP/MLA કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માટે અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા રાંચી કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે. જણાવી દઈએ કે રાંચીમાં પ્રદીપ મોદી નામના વ્યક્તિ દ્વારા તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

રાંચીની MP/MLA કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી

મોદી સરનેમના મામલે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાહુલ ગાંધીને 22 મેના રોજ ઝારખંડની રાજધાની રાંચીમાં MP/MLA કોર્ટમાં હાજર થવું પડશે. MP/MLA કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે, જેમાં તેમના વકીલે કોર્ટને તેમના અસીલને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી. MP/MLA કોર્ટે રાહુલ ગાંધીની આ અરજી ફગાવી દીધી છે. એક જાહેર સભામાં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ કેસમાં કોઈએ ગુજરાતની કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ હતી. આ પછી તેમની લોકસભાની સદસ્યતા પણ જતી રહી. કોંગ્રેસે તેની સામે દેશભરમાં આંદોલન કર્યું હતું. આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે આ નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આ ટિપ્પણીથી દુઃખી થઈને તેમની સામે રાંચીમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલો છે
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં રેલી કરી હતી. ત્યાં તેમણે કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? જો કે તેનો સંદર્ભ નીરવ મોદી, લલિત મોદી તરફ હતો, પરંતુ મોદી સમુદાય સાથે જોડાયેલા લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો. જે પછી રાહુલના નિવેદન સામે ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી કોર્ટમાં ગયા અને તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો. લાંબી સુનાવણી બાદ સુરતની નીચલી અદાલતે તેને બે વર્ષની સજા ફટકારી હતી. કોર્ટની સજાને કારણે તેમણે લોકસભાની સદસ્યતા ગુમાવ્યા. તે સેશન્સ કોર્ટમાં ગયા હતા પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી ન હોતી. હવે તેનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન રાંચી કોર્ટના આ નિર્ણયને રાહુલ માટે વધુ એક ઝટકો માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો - સોનિયા ગાંધીને ભાજપ નેતાએ કહ્યું વિષકન્યા, ચીન અને પાકિસ્તાનના ગણાવ્યા એજન્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CongressIncreased DifficultyModi surnamerahul-gandhiRanchi MP/MLA Court
Next Article