Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કર્ણાટકમાં જીત બાદ રાહુલ બોલ્યા, નફરતનું બજાર બંધ થઇ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસની મોટી જીત પર પાર્ટી નેતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું કર્ણાટકની જનતા, કાર્યકરો, નેતાઓ અને કર્ણાટકમાં કામ કરનાર તમામ નેતાઓને અભિનંદન આપું છું. બીજી તરફ ગરીબોની શક્તિ હતી, કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં...
કર્ણાટકમાં જીત બાદ રાહુલ બોલ્યા  નફરતનું બજાર બંધ થઇ
Advertisement
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસની મોટી જીત પર પાર્ટી નેતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું કર્ણાટકની જનતા, કાર્યકરો, નેતાઓ અને કર્ણાટકમાં કામ કરનાર તમામ નેતાઓને અભિનંદન આપું છું. બીજી તરફ ગરીબોની શક્તિ હતી, કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે હતી. કર્ણાટકને કહ્યું કે આ દેશ પ્રેમને પસંદ કરે છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું છે અને  પ્રેમની દુકાનો ખુલી છે.  પ્રથમ કેબિનેટમાં પહેલા દિવસે 5 વચનો પૂરા કરશે.
કોંગ્રેસ 137 બેઠકો પર આગળ
બપોરે 2.30 વાગ્યા સુધીના આંકડા મુજબ કુલ 224 બેઠકોમાંથી કોંગ્રેસ 137 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 62 સીટો પર આગળ છે. જેડીએસ 21 સીટો પર આગળ છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે પાર્ટીને 113 સીટોની જરૂર છે.
જનતાના આશીર્વાદ
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસના તમામ મોટા નેતાઓએ જોરદાર પ્રચાર કર્યો, આ જનતાના આશીર્વાદ છે. પીએમ ડબલ એન્જિનની વાત કરે છે, પરંતુ જનતાએ કામને મહત્વ આપ્યું. તેમણે કહ્યું કે અમારી પાર્ટીને સંજીવની મળી છે. અમે ગેરંટીની વાત કરી, જનતાએ જનાદેશ આપ્યો. પાર્ટીમાં નવી એકતા જોવા મળી રહી છે.
સત્યની જીત થઈ.
બીજી તરફ કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે કર્ણાટકમાં પ્રેમની દુકાને કામ કરવાનું શરૂ કરી દીધું છે. સત્યની જીત થઈ. પ્રગતિ જીતી. સ્વાભિમાન જીત્યું.
Tags :
Advertisement

.

×