આ નિમણૂક આદેશ અંતર્ગત જેતલસર સ્ટેશન પર બે લોકો પાયલટ અને ત્રણ સહાયક લોકો પાયલટની તૈનાતી કરવામાં આવી છે, જેના પરિણામે રેલ સંચાલનની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
રેલવે મુસાફરોને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ
આ નવા નિયુક્ત કર્મચારીઓ જોડાતા ટ્રેનોના સમયબદ્ધ, સુરક્ષિત અને અવરોધરહિત સંચાલનને વધુ બળ મળશે. સાથે જ ભવિષ્યની સંચાલન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીં માનવ સંસાધનોની સંખ્યામાં વધુ વધારો કરવાની યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી સ્ટેશનની કાર્યક્ષમતાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકાય.
પશ્ચિમ રેલવે આધુનિક ટેકનોલોજી, પ્રશિક્ષિત માનવબળ અને અસરકારક સંચાલન વ્યવસ્થાપન દ્વારા મુસાફરોને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
Railway News : જનહિતકારી પહેલોને આગળ વધારતી રહેશે
જેતલસર જેવા મહત્વપૂર્ણ જંકશન સ્ટેશન પર સંચાલન સ્ટાફની ઉપલબ્ધિ વધવાથી માત્ર રેલવેની સંચાલન ક્ષમતા જ મજબૂત બનશે નહીં, પરંતુ કર્મચારીઓને પણ વધુ સારું કાર્યપરિવેશ અને જરૂરી સંસાધનો ઉપલબ્ધ થઈ શકશે.ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા નિયુક્ત લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટ પોતાના દાયિત્વોનું કુશળતાપૂર્વક નિર્વહન કરીને સુરક્ષિત, વિશ્વસનીય અને મુસાફર-કેન્દ્રિત રેલ સેવાઓ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા, સુરક્ષા અને ઉત્તમ રેલ સેવાઓ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને સતત વધુ મજબૂત બનાવતાં ભવિષ્યમાં પણ વિકાસલક્ષી અને જનહિતકારી પહેલોને આગળ વધારતી રહેશે.
પોરબંદર–શાલીમાર અને પોરબંદર–સાન્ત્રાગાછી એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન ફરી શરૂ
યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અગાઉ રદ કરાયેલી કેટલીક લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. હવે આ ટ્રેનો તેમના નિર્ધારિત સમય અને માર્ગ મુજબ નિયમિત રીતે ચાલશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અગાઉ અસરગ્રસ્ત બનેલી નીચે દર્શાવેલ ટ્રેનોનું સંચાલન હવે ફરીથી સામાન્ય કરવામાં આવ્યું છે.
ફરી શરૂ કરાયેલ ટ્રેનો
01-તારીખ 10.06.2026 અને 11.06.2026ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 12905 પોરબંદર–શાલીમાર એક્સપ્રેસ.
02-તારીખ 12.06.2026 અને 13.06.2026ના રોજ શાલીમારથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 12906 શાલીમાર–પોરબંદર એક્સપ્રેસ.
03-તારીખ 12.06.2026ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 12949 પોરબંદર–સાન્ત્રાગાછી એક્સપ્રેસ.
04- તારીખ 14.06.2026ના રોજ સાન્ત્રાગાછીથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 12950 સાન્ત્રાગાછી–પોરબંદર એક્સપ્રેસ.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : ચોમાસું 12 રાજયોમાં પહોંચ્યું, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના