વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર મંડળ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ મુસાફરોની સુવિધા અને વધારાની મુસાફરી માગને પહોંચી વળવા નીચે મુજબની વિશેષ ટ્રેનોની અવધિ લંબાવવામાં આવી છે.
ટ્રેન નં. 09257 ભાવનગર ટર્મિનસ–શકૂર બસ્તી સાપ્તાહિક સ્પેશિયલ
આ ટ્રેન અગાઉના નિર્ધારિત કાર્યક્રમ મુજબ 26 જૂન, 2026 સુધી ચાલવાની હતી. હવે તેની અવધિ વધારીને 31 જુલાઈ, 2026 સુધી કરવામાં આવી છે. આ ટ્રેન દર શુક્રવારે ભાવનગર ટર્મિનસથી બપોરે 2:20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે શનિવારે સવારે 10:55 વાગ્યે શકૂર બસ્તી પહોંચશે.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી પહેલાં ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે રેલવેની સત્તાવાર પૂછપરછ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.
ટ્રેન નં. 09258 શકૂર બસ્તી–ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ
આ ટ્રેન અગાઉના નિર્ધારિત કાર્યક્રમ મુજબ 27 જૂન, 2026 સુધી ચાલવાની હતી. હવે તેની અવધિ વધારીને 01 ઑગસ્ટ, 2026 સુધી કરવામાં આવી છે. આ ટ્રેન દર શનિવારે શકૂર બસ્તીથી બપોરે 13:15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રવિવારે સવારે 08:50 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
ટ્રેન નં. 09257ના વિસ્તૃત ફેરાઓ માટેનું આરક્ષણ 25 જૂન, 2026થી તમામ કમ્પ્યુટરાઇઝ્ડ પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો તેમજ IRCTCની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો : Jamnagar ના બેડીમાં તણાવ, ઝુલુસ દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો