ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Diwali અને છઠ પર લોકોને રેલવેએ આપી ભેટ, મુસાફરોને મળશે આ ખાસ સુવિધા...

Special Trains 2024 : 7000 સ્પેશિયલ ટ્રેનો દોડશે, 200000 મુસાફરો વધુ મુસાફરો સેવાનો લાભ લઈ શકશે...
05:13 PM Oct 24, 2024 IST | Dhruv Parmar
Special Trains 2024 : 7000 સ્પેશિયલ ટ્રેનો દોડશે, 200000 મુસાફરો વધુ મુસાફરો સેવાનો લાભ લઈ શકશે...
  1. ભારતીય રેલવેએ Diwali ના તહેવાર પે લોકોને ભેર આપી
  2. 7000 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે
  3. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં જણાવ્યું

ભારતીય રેલવેએ દિવાળી (Diwali) 2024 અને છઠના તહેવાર પર લોકોને ભેટ આપી છે. વાસ્તવમાં, આ વખતે 2023 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે કેબિનેટની બેઠકમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે ભારતીય રેલવેએ કુલ 4500 વિશેષ ટ્રેનો દોડાવી હતી. આ વર્ષે આ સંખ્યા વધારીને 7000 કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે આ વર્ષે લગભગ 2 લાખ વધારાના લોકો વિશેષ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દિવાળી (Diwali) તહેવાર દરમિયાન મુસાફરી કરતા લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ સિવાય રેલવે અને RPF ના જવાનોને ભીડને નિયંત્રિત કરવા અને સ્ટેશનો પર વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. દિવાળી (Diwali) અને છઠના તહેવારો માટે દરેક મુખ્ય સ્ટેશન પર એક અલગ ઓપરેશન રૂમ બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ફરી 85 Planesને બોમ્બની ધમકી મળતા ખળભળાટ

સ્પેશિયલ ટ્રેન સિવાય આ એક વિકલ્પ પણ છે...

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, સ્પેશિયલ ટ્રેનો સિવાય દરેક મોટા સ્ટેશન અને ઝોનમાં કેટલાક કોચ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. જેથી જરૂર પડે તેમને વ્યસ્ત રૂટ પર દોડાવી શકાય. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરોને વધારાની અથવા વિશેષ ટ્રેનોની માહિતી IRCTC વેબસાઇટ અથવા IRCTC મોબાઇલ એપ પર મળશે. તેઓ તેમના નજીકના રેલવે સ્ટેશન, વેબસાઈટ અથવા એપ પરથી સરળતાથી ટિકિટ બુક કરાવી શકે છે.

આ પણ વાંચો : UP : આ બેઠક પર મુલાયમસિંહના પરિવાર વચ્ચે થશે ખરાખરીનો જંગ

અહીં તમારી ટિકિટ બુક કરો...

ટિકિટ બુક કરવા માટે, IRCTC વેબસાઇટ પર લોગિન કરો. જો તમારી પાસે પહેલેથી એકાઉન્ટ નથી, તો “નોંધણી કરો” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવો. લોગિન કર્યા પછી, ફાઇન્ડ ટ્રેન્સ અથવા સર્ચ બટન પર તમારી ટ્રેન પસંદ કરો. મુસાફરનું નામ, ઉંમર અને અન્ય જરૂરી માહિતી ભરો. ટિકિટની કિંમત ચૂકવો અને ટિકિટ ડાઉનલોડ કરો.

આ પણ વાંચો : UP by Election : ભાજપે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો અખિલેશની બેઠક પરથી કોણ લડશે ચૂંટણી

Tags :
Ashwini VaishnawChhath ParvDiwali 2024Festival Special TrainGujarati NewsIndiaNationalRailway Special Train 2024Special Trains 2024
Next Article