Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. મધ્ય પાકિસ્તાન અને રાજસ્થાન પર સક્રિય સિસ્ટમો તેમજ અરબ સાગરમાં સર્જાયેલ ભેજને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. દક્ષિણ-પશ્ચિમ પવનોને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યારે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે.
Advertisement
Gujarat Rain Forecast: ગુજરાત રાજ્યમાં હવામાન (Weather) પલટાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા અને રાહતની મિશ્ર લાગણી જોવા મળી રહી છે.

