Mahesana: બહુચરાજીમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ, બંને રેલવે અંડરપાસમાં પાણી ભરાયા
- બહુચરાજીમાં વરસાદથી અંડરપાસમાં ભરાયા પાણી
- હારીજ-શંખલપુર તરફના બંને અંડરપાસ પાણીમાં ગરકાવ
- સમસ્યા મુદ્દે ધારાસભ્ય સુખાજી ઠાકોરનું નિવેદન
- રેલવે તંત્રને લોકોની સમસ્યા દેખાતી નથી: સુખાજી ઠાકોર
બહુચરાજી (Bahucharaji) માં ગત રોજ મોડી રાત્રે પડેલ ધોધમાર વરસાદ (Torrential rain)ના કારણે અંડરપાસ પાણીમાં ગરકાવ (Underpass submerged in water) થઈ જવા પામ્યો હતો. અંડરપાસ પાણીમાં ગરકાવ (Underpass submerged in water) થઈ જતાં ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. શંખલપુર અને હારીજ બાજુના અંડરપાસ પણ પાણીમાં ગરકાવ (Underpass submerged in water) થઈ ગયા હતા. ગત રોજ રાત્રીના સુમારે બહુચરાજીમાં રાત્રે 1.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અંડપાસમાં પાણી (Underpass submerged ) નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
સંકલનમાં પણ કરી ચૂક્યા છે રજૂઆત: સુખાજી ઠાકોર
બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે (Bahucharaji MLA Sukhaji Thakor) જણાવ્યું હતું કે, ખાસ મહત્વના બે રસ્તાઓ હારીજ રોડ અને શંખલપુર રોડ બેચરાજી અને ગામડાઓને જોડતા આ બે રસ્તાઓ આ બે રસ્તાઓમાં રેલવે દ્વારા અંડરપાસ બનાવી દેવામાં આવ્યા છે. સામાન્ય વરસાદમાં પણ નાળા ભરાઈ જાય છે. જેથી લોકોને બેચરાજી આવવા જવામાં બહુ મુશ્કેલી પડે છે. તેમજ વાહન વ્યવાહર બંધ થાય છે. તેમજ સિવિલ હોસ્પિટલ, કોલેજ શંખલપુર રોડ પર આવેલ છે. એટલે પબ્લીકને એટલી બધી હાલાકી પડી રહી છે. પ્રજા દ્વારા વારંવાર મને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. તેમજ આ બાબતે મે અવાર નવાર સંકલનની મીટીગમાં આ બાબત ધ્યાને મુકી હોવા છતાં કોઈ નિરાકરણ આવવા પામ્યું નથી.
આ પણ વાંચોઃ Gujarat Rain : ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, પાકનો સોથ વળ્યો
ઉંઝામાં પણ અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયો હતો
મહેસાણા જિલ્લા (Mahesana Dirtrict)માં પડેલ ભારે વરસાદ (Rain)ના કારણે ઉંઝામાં પણ રાત્રિ દરમ્યાન ભારે વરસાદ પડ્યો હતો. ઉંઝામાં શહેરમાં પ્રવેશવાના માર્ગ પર અંડરપાસમાં વરસાદી પાણી (rainwater) ભરાઈ જવા પામ્યા હતા. ઉંઝાના મુખ્ય પ્રવેશ દ્વારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. પહેલા જ વરસાદે અંડર પાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશન થઈ જવા પામ્યા હતા. ઉંઝા નગર પાલિકા દ્વારા પાણી કાઢવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ GIR : પાણીમાં પડેલા બાળ સિંહોની મસ્તીએ મન મોહી લીધું, વીડિયો વાયરલ