Rain in Gujarat: ભારે વરસાદ બાદ રાજ્યના 11 જળાશયો હાઈ એલર્ટ પર, 10 વોર્નિંગ લેવલ પર
- છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 33 તાલુકામાં ખાબક્યો વરસાદ
- ભારે વરસાદના કારણે 120 લોકોને રેસ્ક્યૂં કરાયા
- રાજ્યના 9 જેટલા જળાશયો 100 ટકા ભરાયા
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 33 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ભારે વરસાદ બાદ રાજ્યના 11 જળાશયો હાઈ એલર્ટ પર છે. તેમજ 13 જળાશયો એલર્ટ પર તો 10 જળાશયો વોર્નિંગ લેવલ પર છે. તથા રાજ્યના 9 જેટલા જળાશયો 100 ટકા ભરાયા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. અત્યારસુધીમાં 584 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે.
Gujarat Heavy Rain: 36 કલાક અતિ ભારે, વરસાદ ભુક્કા બોલાવશે ! । Gujarat First#gujaratrain #heavyrain #weatherupdate #monsoon #bhavnagar #Ahmedabad #Amreli #gujaratfirst pic.twitter.com/lsQQqavhDU
— Gujarat First (@GujaratFirst) June 18, 2025
ભારે વરસાદના કારણે 120 લોકોને રેસ્ક્યૂં કરાયા
ભારે વરસાદના કારણે 120 લોકોને રેસ્ક્યૂં કરાયા છે. તથા રાહત બચાવ માટે NDRFની 12 ટીમ ડિપ્લોય કરાઈ છે. જેમાં બોટાદમાં 2 , અમદાવાદમાં 1, ગાંધીનગર 1 ટીમ ડિપ્લોય છે. તથા દેવભૂમી દ્વારકા, ભાવનગર, સુરત, અમરેલી, પાટણમાં 1-1 ટીમ અને કચ્છ, પોરબંદર, વલસાડમાં 1-1 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. વરસાદને કારણે SDRFની 19 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર મોટી અસર થઇ છે. રાજ્યભરમાં એક નેશનલ હાઈવે સહિત 189 રસ્તા બંધ થઇ ગયા છે. બે દિવસથી વરસાદને કારણે ભાવનગરનો નેશનલ હાઈવે બંધ છે. 10 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 153 રસ્તા, અન્ય 25 રસ્તા બંધ છે. ભારે વરસાદના કારણે 12,953 ગામમાં વીજળી ગુલ થઈ હતી.
હજુ 241 ગામમાં વીજળી પૂર્વવત કરવાની બાકી
હજુ 241 ગામમાં વીજળી પૂર્વવત કરવાની બાકી છે. તેમજ 579 વીજપોલ જ્યારે 25 ટ્રાન્સ્ફોર્મર પર કામગીરી હાલ ચાલુ છે. વડોદરામાં 200 કરોડનું ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પાણીમાં ગયુ છે. જેમાં સામાન્ય વરસાદમાં કોટંબી સ્ટેડિયમમાં પાણી ભરાયા છે. સ્ટેડિયમનાં ઘણાં ભાગોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. તેથી સ્ટેડિયમમાં પાણી ભરાતા BPL ની બે મેચ રદ્દ કરવી પડી છે. બરોડા પ્રીમિયર લીગ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચાલે છે. સ્ટેડિયમની નબળી ડ્રેઇન સિસ્ટમની પોલ ખુલ્લી પડી છે. તેમજ બરોડા ક્રિકેટ એસો.નાં સત્તાધીશોનાં દાવા જુઠ્ઠા નીકળ્યાં છે. નવા સ્ટેડિયમમાં જાન્યુ.માં ભારત-ન્યુઝીલેન્ડ વનડે રમાશે તેમાં પાણી ભરાતા ઇન્ટરનેશનલ મેચનાં આયોજન સામે સવાલ ઉભા થયા છે.
આ પણ વાંચો: Rain in Gujarat : રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, લો પ્રેશર સિસ્ટમ સક્રિય


