Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat : કમોસમી વરસાદને લઈ સરકાર એક્શનમાં, CM ની આ સિનિયર મંત્રીઓ સાથે બેઠક

રાજ્યમાં કમોસમી વરસાદનાં પગલે સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સિનિયર મંત્રીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં 5 થી વધુ મંત્રીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા સૂચના આપી હોવાની માહિતી છે. માવઠાથી પાક નુકસાનને લઈ ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. જ્યારે માંગરોળનાં MLA ભગવાનજી કરગઠીયાએ CM ને પત્ર લખ્યો છે, જેમાં પાક નુકસાનીનો સરવે કરી ખેડૂતોને આર્થિક સહાય આપવા માગ કરી છે.
rain in gujarat   કમોસમી વરસાદને લઈ સરકાર એક્શનમાં  cm ની આ સિનિયર મંત્રીઓ સાથે બેઠક
Advertisement
  1. રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર એક્શનમાં (Rain in Gujarat)
  2. સિનિયર મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મહત્ત્વની બેઠક
  3. 5 થી વધુ મંત્રીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા આપી સૂચના
  4. ભાજપના નેતા હિતેન્દ્રભાઈ પટેલનું પાક નુકસાની મુદ્દે નિવેદન
  5. "માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા"
  6. માંગરોળના MLA ભગવાનજી કરગઠીયાએ CM ને લખ્યો પત્ર

Rain in Gujarat : રાજ્યમાં આજે ઠેર-ઠેર કમોસમી વરસાદ (Unseasonal Rains) થતાં ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. કમોસમી વરસાદને પગલે જગતનો તાત પણ ચિંતામાં મૂકાયો છે. ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદનાં પગલે સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (CM Bhupendrabhai Patel) સિનિયર મંત્રીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં 5 થી વધુ મંત્રીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા સૂચના આપી હોવાની માહિતી છે. માવઠાથી પાક નુકસાનને લઈ ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલની (Hitendrabhai Patel) પ્રતિક્રિયા સામે આવી છે. જ્યારે માંગરોળનાં MLA ભગવાનજી કરગઠીયાએ (Bhagvanjibhai Karagatiya) CM ને પત્ર લખ્યો છે.

આ પણ વાંચો- Rain in Bhavnagar : મહુવામાં 12 કલાકમાં 11 ઇંચ વરસાદ, શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા!

Advertisement

Advertisement

Rain in Gujarat, 5 થી વધુ મંત્રીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા CM ની સૂચના

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ સરકાર એક્શન મોડમાં આવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સિનિયર મંત્રીઓ સાથે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. માહિતી અનુસાર, આ બેઠકમાં મુખ્યમંત્રીએ 5 થી વધુ મંત્રીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા સૂચના આપી છે. આ મંત્રીઓમાં કૌશિકભાઈ વેકરિયા (Kaushikbhai Vekariya), જીતુભાઈ વાઘાણી (Jitubhai Vaghani), અર્જુનભાઈ મોઢવાડિયા (Arjunbhai Modhwadia), પ્રદ્યુમનભાઈ વાજા (Pradyumanbhai Vaja), નરેશભાઈ પટેલ (Nareshbhai Patel) અને જયરામભાઈ ગામીત (Jayrambhai Gamit) સામેલ છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી કામગીરી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદેશ આપ્યા છે.

આ પણ વાંચો- Chhath Puja 2025 : કોઝવે પાસે છઠ પૂજા માટે કરેલી તૈયારી ખોરવાઈ, ભક્તોને ખાસ અપીલ

BJP નેતા હિતેન્દ્રભાઈ પટેલની પ્રતિક્રિયા, MLA ભગવાનજી કરગઠીયાનો CM ને પત્ર

બીજી તરફ રાજ્યમાં માવઠાથી પાક નુકસાનને લઈ ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, માવઠાને કારણે ખેડૂતોનાં પાકને નુકસાન થવાની શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં તૈયાર પાક બગડી રહ્યા છે. ખેડૂતોને થનારા નુકસાનને લઈને સંવેદના છે. ભૂતકાળની જેમ આ વખતે પણ સરકાર ખેડૂતોની સાથે છે. સરકારે પાછલા 10 વર્ષમાં 20 હજાર કરોડની સહાય આપી છે. જ્યારે જુુનાગઢનાં માંગરોળનાં MLA ભગવાનજી કરગઠીયાએ (Bhagvanjibhai Karagatiya) CM ને પત્ર લખ્યો છે અને પાક નુકસાનીનો સરવે કરી ખેડૂતોને આર્થિક સહાય આપવા માગ કરી છે. આ પત્રમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોની તૈયાર જણસને ખૂબ મોટું નુકસાન થયાનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો- Gujarat રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓએ હોદ્દો અને કાર્યભાર સંભાળી લીધો

Tags :
Advertisement

.

×