ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rain in Gujarat : રાજ્યમાં 24 કલાકમાં 57 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા ખાબક્યો સૌથી વધુ વરસાદ

રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે અને હજુ આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી
11:17 AM May 22, 2025 IST | SANJAY
રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે અને હજુ આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી

Rain in Gujarat : ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં અંકલેશ્વરમાં 2, સાવરકુંડલામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તથા ઉમરપાડા, તાલાલા, ઝઘડીયામાં દોઢ ઈંચ વરસાદ અને દાહોદ અને હાંસોટમાં 24 કલાકમાં સવા 1 ઈંચ વરસાદ સાથે માંગરોળ અને જેસરમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ વરસાદ અંકલેશ્વરમાં પડ્યો છે

ઉલ્લેખનીય છે કે સૌથી વધુ વરસાદ અંકલેશ્વરમાં પડ્યો છે, જ્યાં સવા બે ઈંચ એટલે કે 2.25 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે અને હજુ આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. અંકલેશ્વર બાદ સાવરકુંડલામાં પોણા બે ઈંચ, જ્યારે ઉમરપાડા, તલાલા અને ઝઘડિયામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. દાહોદ અને હાંસોટ ખાતે સવા ઈંચ, જ્યારે માંગરોળ અને જેસરમાં 1 ઈંચ વરસાદ થયો છે. માળિયા હાટીના, સુરત શહેર, તળાજા, ભરૂચ, બારડોલી અને ધારી જેવા વિસ્તારોમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

ખાંભા અને જલાલપોર જેવા તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ

રાજુલા, સોનગઢ, ડોલવણ, પાટણ-વેરાવળ, ખાંભા અને જલાલપોર જેવા તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ થયો છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે. તેમજ પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, આણંદ, પંચમહાલ, દાહોદ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, કચ્છ અને દીવ જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ ચેતવણી આપવામાં આવી છે અને જરૂરી સાવચેતી રાખવા જણાવાયું છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની પણ શક્યતાઓ છે.

આ પણ વાંચો: World Preeclampsia Day : પ્રી-એક્લેમ્પસિયા વિશે જાગૃતિ લાવવા ડો. રાકેશ જોષીએ જણાવી ખાસ વાત

Tags :
Gujaratheavy rainRainrainfell
Next Article