Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat: રાજ્યમાં અત્યાર સુધીમાં જાણો કેટલા ટકા વરસાદ ખાબક્યો

રાજ્યમાં ડેમની સ્થિતિ જોવા જઇએ તો વરસાદના નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ પર
rain in gujarat  રાજ્યમાં અત્યાર સુધીમાં જાણો કેટલા ટકા વરસાદ ખાબક્યો
Advertisement
  • વરસાદના નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ પર
  • ભાવનગરમાં સૌથી વધુ 2308 લોકોને સ્થાળાંતર કરવામાં આવ્યા
  • સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં વરસાદની આગાહી છે

Rain in Gujarat: ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાનો સરેરાશ 13.98 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 20 ટકાથી વધુ પડ્યો છે. તથા કચ્છમાં 17.57 ટકા વરસાદ સાથે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 8.16 ટકા વરસાદ છે. પૂર્વ મધ્ય ઝોનમાં 13.31 ટકા વરસાદ છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં 11.99 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

Advertisement

વરસાદના નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ પર

રાજ્યમાં ડેમની સ્થિતિ જોવા જઇએ તો વરસાદના નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ પર છે. તથા 11 ડેમને એલર્ટ જાહેર કરાયા છે. તેમજ 9 ડેમને વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે. જેમાં 9 ડેમ 100 ટકા ભરાયેલા છે. તેમજ 25 ડેમ 70 ટકાથી વધુ ભરાયેલા તથા 22 ડેમ 50 ટકાથી 70 ટકા સુધી ભરાયા અને 56 ડેમ 25 ટકાથી 50 ટકા સુધી ભરાયા છે. જેમાં 94 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે તથા નર્મદા ડેમ 51 ટકાથી વધુ ભરાયો છે. તેમજ રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 2639 લોકોનું સ્થાળાંતર કરવાની ફરજ પડી છે. જેમાં ભાવનગરમાં સૌથી વધુ 2308 લોકોને સ્થાળાંતર કરવામાં આવ્યા છે.

Advertisement

સુરેન્દ્રનગરમા 134 લોકોનું સ્થળાંતર તથા બોટાદમાં 117 લોકોનું સ્થળાંતર

સુરેન્દ્રનગરમા 134 લોકોનું સ્થળાંતર તથા બોટાદમાં 117 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ અમરેલી માં80 લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું થછે. જેમાં રાજ્યમાં કુલ 228 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં વરસાદની આગાહી છે. 22 તારીખથી બંગાળમાં સિસ્ટમમાં સક્રિય થતા ગુજરાતમા 24 થી 30 ગુજરાતમા વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: Cybersecurity: Facebookથી લઇ Google સુધીના 16 અબજથી વધુ યુઝર્સના પાસવર્ડ થયા લીક!

Tags :
Advertisement

.

×