Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain in Gujarat : આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં માત્ર 6 કલાકમાં 10 ઈંચ વરસાદ

રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદ રહેશે તેવી આગાહી દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ ઉમરપાડામાં 6 કલાકમાં 10 ઈંચ વરસાદ Rain in Gujarat : રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ભારે...
rain in gujarat   આગામી 7 દિવસ વરસાદની આગાહી  આ વિસ્તારમાં માત્ર 6 કલાકમાં 10 ઈંચ વરસાદ
  1. રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદ રહેશે તેવી આગાહી
  2. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
  3. ઉમરપાડામાં 6 કલાકમાં 10 ઈંચ વરસાદ

Rain in Gujarat : રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠા (Banaskantha), દાહોદ, અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર, સુરત સહિતનાં જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. જ્યારે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat : દુષ્કર્મનાં અલગ-અલગ કેસમાં બે નરાધમોને કોર્ટે ફટકારી આકરી સજા અને દંડ, વાંચો વિગત

આગામી 7 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં (North-South Gujarat) જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી (Rain in Gujarat) છે. રાજસ્થાન તરફ બની રહેલ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમનાં પગલે સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી, મહીસાગર, દાહોદમાં (Dahod) વરસાદની શકયતા છે. આજે બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુર (Palanpur), અંબાજીમાં વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. પાલનપુરમાં પોલિટેક્નિકથી સલેમપુરા માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. જ્યારે જનતાનગર માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. અંબાજીની (Ambaji) વાત કરીએ તો વરસાદ થતાં મંદિરમાં ચાચરચોક પાણી પાણી થયો છે. ભક્તો પલળતાં-પલળતાં દર્શન કરવા આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Surat Stone Pelting : આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે, પો. કમિશનરની શાંતિ સમિતિ સાથે બેઠક, સરકારને સોંપાયો રિપોર્ટ

Advertisement

ઉમરપાડામાં છ કલાકમાં દસ ઈંચ વરસાદ

સુરતનાં (Surat) ઉમરપાડામાં આભા ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉમરપાડામાં છ કલાકમાં દસ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીનાં (Navsari) ખેરગામમાં પોણા 3 ઈંચ, નર્મદાનાં સાગબારામાં પણ પોણા 3 ઈંચ, ડેડિયાપાડામાં પોણા 2 ઈંચ, બારડોલી અને કુકરમુંડામાં 2.5 ઈંચ અને પલસાણા, નીઝરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. દાહોદમાં (Dahod) પણ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આ પણ વાંચો - Gujarat Police : પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં અરજીઓનું વાવાઝોડું! હસમુખ પટેલે આપી ચોંકાવનારી માહિતી!

Tags :
Advertisement

.