Rain in Gujarat: રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ
- ખેડબ્રહ્મામાં સાડા 10 ઇંચ વરસાદ વરસ્યો છે
- દાંતા તાલુકામાં 9 ઇંચ વરસાદથી પાણી-પાણી
- ઇડર, મેઘરજ, મોડાસામાં સવા 4 ઇંચ વરસાદ
Rain in Gujarat: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ આવ્યો છે. સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે ખેડબ્રહ્મામાં સાડા 10 ઇંચ વરસાદ વરસ્યો સાથે દાંતા તાલુકામાં 9 ઇંચ વરસાદથી પાણી-પાણી થયુ છે. તથા ઇડર, મેઘરજ, મોડાસામાં સવા 4 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ 7 તાલુકામાં અઢીથી 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. અન્ય તાલુકામાં અડધાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ છે.
રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 43 તાલુકામાં વરસાદ પડ્યો
રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 43 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સાંબરકાઠાના ખેડબ્રહ્મા એક ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ બનાસકાંઠાના અમીરગઢમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. કપરાડા, વિજયનગર, નવસારીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. પાલનપુર તાલુકાના વેડંચા- ભાવિસણાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. લડબી નદીના વરસાદી પાણી કોઝવે પર ફરી વળ્યા છે. પશુપાલકો રાહદારીઓ અને વાહનચાલકો અટવાયા છે. તથા 3 માસ અગાઉ ત્રણ લાખના ખર્ચે કોઝવે રિપેર કરાયો હતો. તેમજ દાંતા, પાલનપુરમાં નદીઓ વહેતી થતા ભારે હાલાકી પડી છે. જેમાં અમીરગઢના ગરનાળામાં વરસાદી પાણી ભરાતા મુશ્કેલી પડી છે.
ભારે વરસાદને પગલે એનડીઆરએફની 13, એસડીઆરએફની 20 ટીમ તહેનાત કરવામાં આવી
ભારે વરસાદને પગલે એનડીઆરએફની 13, એસડીઆરએફની 20 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે ભાવનગરમાંથી 89, અમરેલીમાંથી 69, બોટાદમાંથી 24, ગાંધીનગરમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. બીજી તરફ ભાવનગરથી 729, સુરેન્દ્રનગરથી 117, બોટાદથી 117 અને અમરેલીથી 80ને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Rain in Gujarat: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, જાણો કેટલો થયો વરસાદ