Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain in Gujarat : છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં 7 ઇંચ ખાબક્યો

રાજ્યમાં 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નર્મદાના સાગબારામાં 7 ઇંચ વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત ઉકાઈ ડેમમાં 79,000 ક્યુસેક પાણીની આવક Rain in Gujarat : આજે પણ રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં છેલ્લા...
rain in gujarat   છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ  સૌથી વધુ આ જિલ્લામાં 7 ઇંચ ખાબક્યો
  1. રાજ્યમાં 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
  2. નર્મદાના સાગબારામાં 7 ઇંચ વરસાદ વરસ્યો
  3. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત
  4. ઉકાઈ ડેમમાં 79,000 ક્યુસેક પાણીની આવક

Rain in Gujarat : આજે પણ રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નર્મદા (Narmada), સુરેન્દ્રનગર, જુનાગઢ (Junagadh), ગીરસોમનાથ, પંચમહાલ ( Panchmahal), ભાવનગર, રાજકોટ, અરવલ્લી, દાહોદ (Dahod) સહિતનાં વિવિધ જિલ્લાઓમાં આજે વરસાદ થયો છે. સૌથી વધુ નર્મદાનાં સાગબારામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ હાલ પણ યથાવત છે.

Advertisement

નર્મદાનાં સાગબારામાં 7 ઇંચ જેટલો વરસાદ

રાજ્યમાં ચોમાસું (Rain in Gujarat) તેના અંતિમ તબક્કા છે. ત્યારે મેઘરાજાએ કેટલાક જિલ્લાઓમાં તોફાની બેટિંગ કરી છે. ગઈકાલે જુનાગઢ અને સુરતમાં (Surat) ધોધમાર વરસાદ થયો હતો. જ્યારે આજે નર્મદાનાં સાગબારામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની માહિતી છે. ઉપરાંત, સુરેન્દ્રનગરનાં (Surendranagar) લખતરમાં સવા 5 ઇંચ, જુનાગઢનાં ઉમરપાડા, ધોરાજીમાં 4-4 ઇંચ, માણાવદર, ઉપલેટા, ભાણવડમાં 4-4 ઇંચ, ગીરસોમનાથનાં તાલાલા, રાણાવાવમાં 4 ઇંચ જ્યારે અન્ય તાલુકામાં અડધાથી સાડા 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

Advertisement

ઉકાઈ ડેમની સપાટી 344.13 ફૂટ થઈ

સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. કોઝવે ઓવર ટોપિંગનાં કારણે 7 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. આ રસ્તાઓમાં માંડવીનાં 6 અને માંગરોળનો એક રસ્તો સામેલ છે. ઓલપાડમાં 2 ઈંચ, કામરેજમાં 1 ઈંચ વરસાદ થયો છે. જ્યારે નવા નીરની આવક થતાં ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી 344.13 ફૂટ થઈ છે. માહિતી મુજબ, ઉકાઈ ડેમમાં અત્યાર સુધી 79,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે, 15,000 ક્યુસેક પાણી તાપીમાં છોડવામાં આવ્યું છે. કોઝવેની સપાટી 8.29 મીટરે પહોંચી છે.

આ વિસ્તારોમાં વરસાદી માહોલ

આ ઉપરાંત, પંચમહાલનાં (Panchmahal) ગોધરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે ભાવનગરમાં (Bhavnagar) મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. રાજકોટ (Rajkot) ગોંડલમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સતત વરસાદને પગલે રાજમાર્ગો અને અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. અરવલ્લીનાં (Aravalli) મોડાસા, મેઘરજ અને માલપુર, સજ્જનપુરાકંપા, વણજારી, ગોવિંદપુરા સહિતનાં વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હોવાના પણ સમાચાર છે. જ્યારે દાહોદ જિલ્લામાં લીમડી, ઝાલોદ, ફતેપુરા, વરોડ, નાનસલાઈ, સાંપોઈ, મીરાખેડી, કારઠ, લીલવાઠાકોર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે.

Advertisement

Tags :
Advertisement

.