Rain in Gujarat : 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, ઉકાઇ ડેમનાં 10 જ્યારે ભાદર ડેમનાં 7 દરવાજા ખોલાયા
- રાજ્યમાં 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો
- જુનાગઢ, અમરેલી, નવસારી, પંચમહાલ, દાહોદમાં વરસાદ
- ઉકાઈ ડેમમાંથી 1 લાખ 13 હજાર ક્યુસેક પાણી છોડાયું
- ભાદર- 1 ડેમના 7 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ (Rain in Gujarat) નોંધાયો છે. જુનાગઢ (Junagadh), અમરેલી, નવસારી, પંચમહાલ, દાહોદ (Dahod), તાપી સહિતનાં જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉકાઇ ડેમમાં પાણીની આવક થતાં 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરાંત, જેતપુરનો ભાદર 1 ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડાયું હતું.
આ પણ વાંચો -Surat : રાવણ દહન કાર્યક્રમમાં આ શું બોલી ગયા મેયર ? જાહેરમાં લપસી જીભ, Video થયો વાઇરલ
Tapi ના Ukai Dam માં પાણીની આવક વધતા 10 દરવાજા પાંચ ફૂટ ખોલ્યા |Gujarat First#UkaiDam #TapiRiver #HeavyRainfall #FloodAlert #SuratRain #GujaratWeather #WaterManagement #FloodSafety #TapiDistrict #DamRelease #GFcard #GujaratFirst pic.twitter.com/8uIchYM4Nm
— Gujarat First (@GujaratFirst) October 13, 2024
રાજ્યમાં 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરી એકવાર દેખા દીધી છે. છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ (Rain in Gujarat) ખાબક્યો છે. જુનાગઢનાં માળિયા હાટીનામાં સવા 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે જેતપુર, જામજોધપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. અમરેલીની (Amreli) વાત કરીએ તો કુકાવાવાવ-વડિયામાં 2-2 ઇંચ, નવસારીનાં (Navsari) ગણદેવી, અમીરગઢમાં પણ 2-2 ઇંચ, તાપીનાં કુકરમુંડા, જુનાગઢનાં માંગરોળમાં દોઢ ઇંચ અને અન્ય તાલુકાઓમાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. પંચમહાલ (Panchmahal) જિલ્લાનાં કાંટુ, ગજાપુરામાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. દાહોદ જિલ્લામાં પણ લીમડી, ઝાલોદ, વરોડ, મીરાખેડી, પાવડીમાં વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો -Mehsana : ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં બચી ગયેલા શ્રમિકે કોન્ટ્રાક્ટર, એન્જિ. સહિત 3 સામે કરી ફરિયાદ
Surat ના Vesu વિસ્તારમાં ભારે વરસાદ, થોડા સમયમાં વરસેલા વરસાદથી પાણી પાણી | Gujarat First #SuratRain #VesuRain #HeavyRainfall #WaterLogging #BhagwanMahavirCollege #MonsoonTrouble #SuratWeather #GujaratRain #GFcard #GujaratFirst pic.twitter.com/5CkzwvsHmw
— Gujarat First (@GujaratFirst) October 12, 2024
ઉકાઈ ડેમ અને ભાદર 1 ડેમનાં દરવાજા ખોલાયા
બીજી તરફ તાપી (Tapi) જિલ્લાના ઉપરવાસમાં ખાબકેલા વરસાદના કારણે ઉકાઇ ડેમમાં (Ukai Dam) વરસાદી પાણીની આવક વધી હતી. 1 લાખ 13 હજાર ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. માહિતી મુજબ, ઉકાઈ ડેમમાંથી અંદાજિત 1 લાખ 13 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. હાલ, ડેમની સપાટી 344.96 ફૂટ પર પહોંચી છે. બીજી તરફ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો જેતપુરનો ભાદર 1 ડેમ (Bhadar 1 Dam) પણ ઓવરફ્લો થતા પાણી છોડાયું હતું. ભાદર-1 ડેમનાં 7 દરવાજા 6 ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાં હાલ 12840 ક્યૂસેકની આવક સામે 12840 ક્યૂસેકની જાવક છે. વીરપુર, જેતપુર, રાજકોટ (Rajkot), ખોડલધામનાં 22 લાખ લોકોને આ ડેમ પાણી પૂરું પાડે છે. ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા ગામોને તંત્રે એલર્ટ કર્યા હતા.
આ પણ વાંચો - Gujarat Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મોટા સમાચાર, આ મહિનામાં થશે મતદાન!