Rain in Gujarat: ગુજરાતમાં ધોધમાર વરસાદ, ક્યાક હાલાકી તો ક્યાક છે ખુશી
- ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થઇ
- રાજ્યના 15 જળાશયો હાઈએલર્ટ પર મુકાયા
- 3 સ્ટેટ હાઈવે તથા પંચાયત હસ્તકના 136 રસ્તા બંધ કરવામાં આવ્યા
Rain in Gujarat: ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થઇ છે. જેમાં રાજ્યના 15 જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. તથા 10 જળાશયો એલર્ટ પર તો 9 જળાશયો વોર્નિંગ લેવલ પર છે. 9 જળાશયો 100 ટકા તો 25 જળાશય 70થી 100 ટકા ભરાયા છે. રાહત બચાવ માટે NDRF અને SDRFની ટીમ ડિપ્લોય કરાઈ છે. વરસાદને કારણે રાજ્યમાં હાલ 153 રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. જેમાં ભાવનગરથી પસાર થતો નેશનલ હાઈવે 3 દિવસથી બંધ છે.
-રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
-હાલ રાજ્યભરમા હળવાથી ભારે વરસાદની આગાહી
- 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશેઃ અંબાલાલ
-23 થી 26 બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે
-રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશેઃ અંબાલાલ… pic.twitter.com/oxVQRikCm7— Gujarat First (@GujaratFirst) June 19, 2025
3 સ્ટેટ હાઈવે તથા પંચાયત હસ્તકના 136 રસ્તા બંધ કરવામાં આવ્યા
3 સ્ટેટ હાઈવે તથા પંચાયત હસ્તકના 136 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. નર્મદામાં સરદાર સરોવર ડેમમાં નવાનીરની આવક થઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટી વધી છે. ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે નર્મદા ડેમની હાલની સપાટી 119.55 મીટર પર પહોંચી છે. તથા RBPH, CHPHના પાવર હાઉસ ચાલુ કરાયા છે. RBPHના 4 અને CHPHનો 1 પાવર હાઉસ ચાલુ છે. નર્મદા નદીમાં પણ 33 હજાર ક્યુસેક પાણી આવ્યું છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. તથા મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે. જેમાં ડેમના 6 ગેટ 1.20 મીટરે ખોલવામાં આવ્યા છે.
દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું
50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. તથા દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તેથી નીચાણવાડા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે. ત્યારે સાપુતારા ડાંગમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગીરા ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળ્યો છે. પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા તંત્રની સૂચના છે. તાપી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં કોતરો અને નદી નાળામાં પાણીની આવક થઈ છે. વરસાદ વચ્ચે લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગરના વલ્લભીપુરમાં વરસાદ બાદ રોડ રસ્તા બિસ્માર થયા છે. વલ્લભીપુરના નશીતપુર ગામે કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કેરી નદી ઉપર આવેલો કોઝવે વરસાદમાં ધોવાયો છે. કેરી નદીના પાણીના કારણે રસ્તાનું ધોવાણ થયુ છે. આર.સી.સી વાળા રસ્તોનું ધોવાણ થતા લોકોને હાલાકી પડી રહી છે.
નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ માહોલ જામ્યો
નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ માહોલ જામ્યો છે. જેમાં ચીખલી, વાંસદા, ખેરગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હાઈવે પર વાહનચાલકો ગાડીની લાઈટ ચાલુ કરી હંકારવા મજબુર થયા છે. જેમાં અવિરત વરસી રહેલા વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ છે. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. પ્રાંતિજ અને હિંમતનગર 2-2 ઇંચ વરસાદ સાથે ઇડરમાં પોણા 2 ઇંચ, તલોદમાં 1 ઇંચ વરસાદ આવ્યો છે. તથા વડાલીમાં પોણા 1 ઇંચ, ખેડબ્રહ્મામાં અડધો ઇંચ વરસાદ સાથે વિજયનગર અને પોશીનામાં વરસાદી ઝાપટા આવ્યા છે.
આ પણ વાંચો: LIVE:Rain in Gujarat: ત્રણ કલાક 8 જિલ્લા પર તોફાની વરસાદનું સંકટ, અમદાવાદ-ગાંધીનગર જળબંબાકાર