Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat : ગુજરાતના માથે કમોસમી વરસાદ અને વાવાઝોડાની ઘાત!

ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે જેમાં અરબી સમુદ્રમાં બનેલું દબાણ ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે
rain in gujarat   ગુજરાતના માથે કમોસમી વરસાદ અને વાવાઝોડાની ઘાત
Advertisement
  • ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો!
  • અરબી સમુદ્રમાં બનેલું દબાણ ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે
  • અરબી સમુદ્રમાં ચક્રવાતનું દબાણ બન્યુ તેજ

Rain in Gujarat : ગુજરાતના માથે કમોસમી વરસાદ અને વાવાઝોડાની ઘાત આવવાની શક્યતાઓ છે. જેમાં ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે. અરબી સમુદ્રમાં બનેલું દબાણ ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. અરબી સમુદ્રમાં ચક્રવાતનું દબાણ તેજ બન્યુ છે. વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે.

અલગ અલગ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

આજે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારો જેમ કે ખેડા, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર વગેરે છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વાવાઝોડા સાથે 40- 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ, જેમ કે વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.

Advertisement

હાલ પૂર્વમધ્ય અરબ સાગરમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે હાલ પૂર્વમધ્ય અરબ સાગરમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે આગામી 12 કલાકમાં લો પ્રેશર બનવાની અને એ પછીના 12 કલાકમાં ડિપ્રેશનમાં ફરે એવું પૂર્વાનુમાન છે. એના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

ગુજરાતમાં બે દિવસ છૂટોછવાયો સામાન્ય વરસાદ રહેશે

ગુજરાતમાં બે દિવસ છૂટોછવાયો સામાન્ય વરસાદ રહેશે. ત્યાર બાદ વરસાદનું જોર વધવાની સંભાવના છે. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન થાય એ પહેલાં જ અરબ સાગરમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે 26 મે સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લાવાઇઝ વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસ માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય એવી સંભાવના વ્યક્ત કરી છે, જોકે હવામાન વિભાગ તરફથી હજી સુધી વાવાઝોડા અંગે કોઈ સત્તાવારી વિગત જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 22 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×