Rain in Delhi : રાજધાની દિલ્હીમાં વહેલી સવારથી વરસાદ, આ રાજ્યો માટે IMD નું એલર્ટ
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે સવારે ભારે પવન સાથે વરસાદના પડ્યો છે. શનિવારે સવારે દિલ્હીના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરમાં તાપમાન વધુ નીચે આવ્યું હતું. શુક્રવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આકરી ગરમીને કારણે લોકોની હાલત ખરાબ હતી. ભેજનું પ્રમાણ ઘણું વધારે હતું, જેના કારણે વરસાદ પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. જે બાદ આજે સવારે વાતાવરણ સંપૂર્ણપણે બદલાયેલું જોવા મળ્યું હતું. વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે.
હવામાન વિભાગે વરસાદની સંભાવના વ્યક્ત કરી
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈમાં સારો વરસાદ થયો હતો, પરંતુ ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગે આજે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. દિલ્હી અને તેની આસપાસના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ વાદળો છવાયેલા છે. દિલ્હી સિવાય નોઈડા અને ગ્રેટર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થવાની જાણકારી મળી રહી છે. દિલ્હીના દ્વારકા સહિત અનેક વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
#WATCH | Delhi: Rain lashes parts of the national capital.
(Visuals from Kartavya Path) pic.twitter.com/cHYQLkLpOh
— ANI (@ANI) August 18, 2023
ક્યા પડશે વરસાદ
હવામાન વિભાગ પ્રમાણે બાગપત, મધ્ય દિલ્હી, પૂર્વિય દિલ્હી, ફરીદાબાદ, ગૌતમ બુદ્ધનગર, ગાઝિયાબાદ, ગુડગાંવ, હાપુડ ઝજ્જર, નવી દિલ્હી, ઉત્તરના કેટલાક ક્ષેત્રમાં લગભગ 50 થી 60 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવોથી મધ્ય વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આગામી કેટલાક દરમિયાન દિલ્હી-NCR ના જિલ્લામાં ઉત્તર પૂર્વ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી, રોહતક, શાહદરા, સોનીપત, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિલ્હીમાં વરસાદ પડશે.
આ પણ વાંચો : કોમર્શિયલ ઉપયોગ માટે જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


